ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
રોકડા રૂ .૩૬,૨૩૦ / – તથા મોબાઇલ ફોન તથા મોટર સાયકલ તથા જુગારના સાધનો મળી કુલ રૂ . ૭૧,૨૩૦ / – નો જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ શ્રી જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા આંબલી ફળીયા વ્હોરવાડ પાસે રહેતો સરફરાજ ઉર્ફે મોહસીન ઐયુબખાન પઠાણ નાનો ગોધરા વ્હોરવાડ ઢેસલી ફળીયા જીલાની મસ્જીદ પાસે ખુલ્લામાં વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે . અને હાલમાં જુગારની પ્રવૃતિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ શ્રી આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરાવતા . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) જાવેદ લીયાકતખાન પઠાણ રહે.આંબલી ફળીયા વ્હોરવાડ ગોધરા ( ૨ ) સરફરાજ ઉર્ફે મોસીન ઐયુબખાન પઠાણ રહે . આંબલી ફળીયા વ્હોરવાડ ગોધરા કબજે કરેલ મુદ્દામાલઃ ( ૧ ) અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા કુલ રૂ .૩૬,૨૩૦ / ( ૨ ) મોબાઈલ ફોન નંગ -૩ કી.રૂ .૧૫,૦૦૦ / ( ૩ ) મોટર સાયકલ -૧ કી.રૂ .૨૦,૦૦૦ / ( ૪ ) સ્લીપબુક નંગ- ૧ તથા બોલપેન નંગ -૧ કી.રૂ .૦૦ / ઉપરોકત પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.