સુશાસન અઠવાડિયાના ભાગરૂપે છોટાઉદેપુર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સમરસ થયેલ ગ્રામ પંચાયતોના સરપંચોને ચેક વિતરણ તેમજ નવીન ગ્રામ પંચાયત મકાનનું અને નવીન આંગણવાડીઓના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજરોજ રાજ્ય સરકાર દ્વારા સુશાસન અઠવાડિયું ના ભાગરૂપે છોટાઉદેપુર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સમરસ થયેલ ગ્રામ પંચાયતોના સરપંચોને ચેક વિતરણ તેમજ નવીન ગ્રામ પંચાયત મકાન નું લોકાર્પણ તેમજ નવીન આંગણવાડીઓ મકાનનું લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને નવી આવાસ નો લાંભ આપવામાં આવ્યો અને નવા લાભાર્થીઓને ખાતમુરત માટેના ઓર્ડર આપવામાં આવ્યા અને સામુહિક શૌચાલય ના ખાતમુરત તથા લોકાર્પણ અને વ્યક્તિગત લાભાર્થીઓને લાભ આપ્યો.
આ કાર્યક્રમ માં મુખ્ય મેહમાન માનનીય ઊર્જા પેટ્રોકેમિકલ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તથા સાંસંદશ્રી ની ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ ભાજપા પ્રમુખ રશ્મિકાંત ભાઈ વસાવા મહામંત્રી શકરભાઈ તથા રાજેશભાઈ તથા આદિજાતી ડિરેક્ટર જશુભાઈ રાઠવા તથા ઉ.માધ્ય. શૈક્ષણિક વિભાગ ના ડિરેક્ટર મુકેશભાઈ તથા જિલ્લા વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here