ડીસા ‌નગરપાલિકાના વોર્ડ નંબર નવમા પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દૂષિત આવતું હોવાની સ્થાનિકોની બૂમરાણ…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં 9મા આવતા રાજપુર લોધાવાસ અને વગાડી વિસ્તારમાં વારંવાર પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિકોની નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાની અને રજૂઆતો માત્ર પોથીમાંનાં રીંગણા સાબિત થઈ રહ્યા હોવાનું સ્થાનિક લોકો મિડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.
એક તરફ કોરોના અને ઓમિક્રોન જેવી ભયંકર બીમારી એ માથું ઊંચક્યું છે ત્યારે આજે છેલ્લા એક વર્ષથી અવારનવાર નગરપાલિકાના વોર્ડ નં 9મા પીવાના પાણીની પાઈપ લાઈનમાં ગટરનું દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિકોની નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાની સ્થાનિકોની બૂમરાણ ઉઠી છે. ચૂંટણી સમયે વોટબેંકની રાજનીતિ ચલાવી મતદારોને આકર્ષવા માટે અને લલચામણી જાહેરાતો કરી બાદમાં સ્થાનિક લોકોની પાયાની જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવી ન હોવાથી વોર્ડ નં નવના સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ ભભુકી ઉઠયો છે. વધુમાં ઉલ્લેખનીય છે કે પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી આવતું હોવાથી લોકોને પીવાના અને વાપરવાના પાણી માટે વલખાં મારવાં પડે છે ત્યારે આજે નવમા વોર્ડમાં ચૂંટાયેલા મહિલા સભ્ય ફર્જાના શેખે સ્થાનિક લોકોની સમસ્યાઓ બાબતે પાલિકાના સત્તાધીશોને ટેલિફોનીક જાણ કરી છતાં પાલિકાના સત્તાધીશોએ આંખ આડા કાન કરી દેવામાં આવ્યા હોવાનું સ્થાનિક લોકો મિડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું વધુમાં છે કે આ વિસ્તારમાં ખૂલ્લી ગટરોના કારણે સ્વચ્છ ભારત અભિયાનના પણ સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે આવા કપરા સમયમાં પાલિકાના સત્તાધીશો દ્વારા ઉપરોક્ત વિસ્તારોના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવા સ્થાનિક ચૂંટાયેલા મહિલા સભ્યએ જણાવ્યું છતાં પાલિકા દ્વારા પીવાના પાણીનું ટેન્કર પણ ન મોકલવામાં આવતું હોવાની સ્થાનિકોની બૂમરાણ ઉઠી છે.

આ બાબતે પાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી કરી વોર્ડ નંબર નવના સ્થાનિકોને પીવાના પાણીની અને દુષિત પાણીની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે તેવી લાગણી સાથે માગણી ઉઠી છે

વધુમાં પાલિકાના સત્તાધીશો દ્વારા ઉપરોક્ત વિસ્તારોના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે અને સ્વચ્છતા અભિયાન પર ભાર મૂકવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ભયંકર બીમારી ફેલાઈ શકે તેવી દહેશત લોકોમાં ફેલાઈ ગઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here