સરકારના પેટનું પાણી પણના હલતા પડતર માંગણીઓ સંદર્ભે નર્મદા જિલ્લા આશ્રમ શાળાના શિક્ષકોમા રોષ…

રાજપીપળા, (,નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ખાતે ગાંધીજી ની પ્રતિમા પાસે ધરણાં પ્રદર્શન યોજી સૂત્રોચ્ચાર સાથે વીરોધ પ્રદર્શન કર્યાં

હાલ વિવિધ કર્મચારી મંડળો ગુજરાત સરકાર સામે પોતાની માંગોને લઈને આંદોલનો ચલાવી રહ્યા છે સરકાર કેટલાક કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી છે તો કેટલાકની પેન્ડિંગ છે ત્યારે સમાન કામ સમાન વેતન ની માંગ સાથે આશ્રમ શાળાના શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે નર્મદા અને ભરૂચ જિલ્લાના આશ્રમ શાળાના શિક્ષકો અગાઉ રેલી કાઢી જિલ્લા કલેકટરને પોતાની રજૂઆત સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું ત્યારે આજે રાજપીપળા ના ગાંધી ચોક ખાતે સરકાર તરફ થી કોઈ જ નિર્ણય ના લેવાતા શિક્ષકો ને ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડી હતી.અને રાજપીપળા ખાતે ગાંધીજી ની પ્રતિમા પાસે ડેરા તંબુ નાખી પ્રદર્શન કર્યું હતું.

ખાસ કરીને નર્મદા જિલ્લામાં આશ્રમ શાળાના શિક્ષકો ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી મંડળ ના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે તેઓ સમાન કામ સમાન વેતનની માંગ સાથે 4200 ગ્રેડ પે આપવામાં આવે ઉપરાંત તેઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે તેઓની નોકરી સળંગ ગણવામાં આવે અને ગૃહપતિ અને ગૃહમાતાની જોગવાઈ કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર અમારી માંગો નહીં સ્વીકારે તો અગામી સમયમાં કર્મચારી સંઘના આદેશ મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here