ડીસા ખાતે સિન્ધી બ્રહ્મક્ષત્રિય પૂ. પંચાયત દ્વારા બાબા નારંગદેવનો મેળો ઉજવાયો

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા ખાતે આવેલ શ્રી સિન્ધી બ્રહ્મક્ષત્રિય પૂ. પંચાયત દ્વારા દર વર્ષની જેમ ભાદરવા સુદ-૨ નો બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે કોરોનાની મહામારીમાં સરકારશ્રીની ગાઇડ લાઇનમાં છુટછાટ મળતાં ભાદરવા સુદ-૨ ને તા: ૨૮/૦૮/૨૦૨૨ ને રવિવારના દિવસે સિન્ધી બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી આદર્શ હાઇસ્કુલની પાછળ આવેલ સિન્ધી સમાજના ભાઈ-બહેનો દ્વારા હવન તેમજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ.પૂ બાબા નારંગદેવના મેળામાં સમાજના પ્રમુખશ્રી શોભરાજ મલ શંભુમલ ખુહા, ઉપપ્રમુખશ્રી ભોજરાજ ભાઈ એમ. છાટબાર , જગદિશકુમાર જે. વલેરા ખજાનચી શ્રી અમૃતલાલ આઈ. વારડે તેમજ કારોબારી સભ્યો કિશોરભાઈ પી. ધગીયા , વસંતભાઈ વેનસીમલ બર્વા તેમજ યુવાન વર્ગ આગેવાનોએ સારી જહેમત ઉઠાવીને આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા તન મનથી ખડેપગે સેવા આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here