સંખેડાના ટીમ્બી ગામના દિવ્યાંગ રમેશભાઇએ મતદાન કરી સૌને મતદાન કરવા અપીલ કરી

સંખેડા,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

સમગ્ર રાજયમાં જિલ્લા – તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર રાજયના મતદાતાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના દિવ્યાંગ રમેશભાઇ રણછોડભાઇ પટેલે મતદાન કરી પ્રેરક ઉદાહરણ પુરૂં પાડયું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાન દરમિયાન સંખેડા તાલુકાના ટીમ્બી ગામના દિવ્યાંગ રમેશભાઇ પટેલ ક તેઓ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત મતદાતાઓ તથા ચૂંટણી સ્ટાફને સુખદ આંચકો લાગ્યો હતો.

રમેશભાઇએ જણાવ્યું હતું કે, હું જી.ઇ.બીમાં નોકરી કરતો હતો. મારે બંને હાથ નથી તેમ છતાં હું મતદાન દરેક ચૂંટણીમાં મતદાન કરૂં છું. મતદાન કરવો એ દરેક નાગરિકનો ધર્મ છે. તેમણે સૌ મતદાતાઓ મતદાન કરે એ લોકશાહીની જરૂરિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here