સંખેડા : ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ. ૨૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી સંખેડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ

સંખેડા, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદિપસીંઘ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ તથા આઈ.જી.શેખ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એસ.સુર્યવંશી નાયબ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી વસાવા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બોડેલી સર્કલ તથા શ્રી એ.આર.ડામોર ઇ.પોલીસ સબ ઇન્સ્પેકટર સંખેડા પો.સ્ટે નાઓના સુપર વિઝન હેઠળ જીલ્લામા ચાલતી ગે.કા પ્રોહી /જુગારની અસામાજીક પ્રવ્રુત્તી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે સંખેડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.આર.ડામોર તથા સર્વેલન્સ સ્ટાફ પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે બાતમી હકિકત મેળવી સંખેડા પો.સ્ટે વિસ્તારના અરીઠા ગામમાં તોહમતદારનાં ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૨૮,૩૦૦/- ના પ્રોહિ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી પ્રોહી ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સંખેડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ.
– પકડાયેલ આરોપી-
(૧) અજયભાઇ મેલજીભાઇ તડવી ઉ.વ.૩૧ રહે.અરીઠા તા.સંખેડા જી.છોટાઉદેપુર
– વોન્ટેડ આરોપીઓ-
(૧)શૈલેષભાઇ શાંતીભાઇ ભીલ રહે.સૈડીવાસન તા.ક્વાંટ જી.છોટાઉદેપુર તથા (૨) ભોલાભાઇ સીમજીભાઇ ડુ.ભીલ રહે.કુકરદા તા.નસવાડી જી.છોટાઉદેપુર
-કબજે કરવામાં આવેલ મુદામાલ-
(૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીના ૧૮૦ મીલીના કંપની શીલબંધ પ્લા.ના ક્વાટર નંગ-૨૧૮ કિ.રૂ.૨૩,૯૮૦/- તથા (૨) માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ બીયર નંગ.૩૬ કિમત રૂ.૪૩ ૨૦/- મળી કુલ કિ.રૂ.૨૮,૩૦૦/- નો મુદામાલ
-સારી કામગીરી કરનારા પોલીસ અઘિકારી/ કર્મચારી
(૧) એ.આર.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર (૨) અ.હે.કો રાયસંગભાઈ જેસંગભાઈ બ.નં.૪૦૮ (૩) આ.પો.કો. રાહુલસિંહ ઘનશ્યામસિંહ બ.નં.૦૨૪૭ (૪) આ.પો.કો. અક્ષયભાઈ સામતભાઈ બ.નં.૦૨૨૪ (૫) આ.પો.કો પ્રકાશભાઈ ખોડાભાઈ બ.નં.૦૨૩૩.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here