સંખેડા તાલુકાના બહાદરપુર ગામે મદ્રસ-એ-મોહસીને આઝમના બાળકોનો વાર્ષિક જલશો યોજાયો

સંખેડા, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

વાર્ષિક જલશામાં કસોટી કરીને બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

સંખેડા તાલુકાના બહાદરપુર મુકામે મદ્રાસ-એ- મોહસીને આઝમના વાર્ષિક જલશા નું આયોજન કરવામાં આવ્યુ જેમાં મદ્રસામા ઇસ્લામિક અભ્યાસ કરતા બાળકોની વિવિધ પ્રકારની કસોટીઓ કરીને બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવ્યા જલશા ના મુખ્ય મહેમાન હુઝુર ફાઝીલે બગદાદ હજરત સૈયદ હસન અસકરી સાહેબ ની હાજરીમાં બાળકોની કસોટીઓ લેવામાં આવી હતી જેમાં મદ્રસા ના બાળકો દ્વારા નાતે પાક તકરીર ઈસ્લામિક સવાલ જવાબ વગેરે પ્રવૃત્તિઓ સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવી મદ્રસાના બાળકોમાં ઉત્સાહ આવે અને પ્રોત્સાહન મળી રહે માટે દર વર્ષે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે બાળકોમાં ઇસ્લામી સાચી સમજ ઊભી થાય અને બાળક સત્યના માર્ગ પર ચાલે અને બાળકમાં સારા ગુણોનુ સિંચન થાય તથા બાળકોની છુપાયેલી શક્તિઓ બહાર આવે જેથી બાળકોની પ્રગતિ થાય તે હેતુથી આ પ્રકારના જલશાઓનું આયોજન થતું હોય છે નાના બાળકો દ્વારા આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી જેને જોવા માટે બાળકો ના વાલીઓ માતાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સાથે મદ્રસામા ઇસ્લામિક તાલીમ આપનાર હાફીઝ સૈયદ જાવેદ બાપુ ની પણ એક પ્રકારે પરીક્ષા કહેવાય કેમ કે આખા વર્ષ દરમિયાન તેઓ દ્વારા બાળકોને જે પાઠ આપવામાં આવ્યા હોય તે બાળકો આ પરીક્ષામાં ખરા ઉતરે અને પોતે આગળ વધે જેના દ્વારા જાહેર થતાં સૌ થકી સૌની પ્રગતિ થાય એ આ જલસા નો હેતુ છે બહાદરપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જે કમિટી આ મદ્રસાનું સંચાલન કરે છે તેમના પ્રમુખ મલેક અનવરભાઈ અને તમામ કમિટીના સભ્યો દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવે છે અને બાળકો સારી તાલીમ હાસિલ કરે તે એમનો મુખ્ય હેતુ છે અને આગામી જલસાઓમાં પણ આના કરતાં પણ સરસ આયોજન થશે તેમ જણાવવામાં આવ્યું હતું આ જલશામાં નાના બાળકો સહિત તમામ મુસ્લિમ સમાજમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here