શહેરા તાલૂકા અને જીલ્લા પંચાયત,નગરપાલિકાની ચૂટણીનુ મતદાન શાંતિપુર્ણ માહોલમાં યોજાયુ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

સવારમા મતદાન કરવા ઓછા મતદારો જોવા મળતા હતા.ત્યારબાદ બપોરે મતદાન કરવા માટે મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી

શહેરા તાલૂકામાં સ્થાનિક સ્વરાજની ચુટણીનાં મતદાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થયુ હતુ.સવારથી સાત વાગે શરૂ થયેલા મતદાન મથકો ઉપર પહેલા ધીમુ મતદાન શરૂ થયુ હતુ.મતદાન મથકો ખાતે મતદાન શરૂ થયાના બે કલાક બાદ મતદારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. નગરપાલિકાની ૬ વોર્ડ અને ૨૨ બેઠકો ઉપર તેમજ તાલૂકા પંચાયતની ૧૯ અને જીલ્લાની ૪ બેઠકો પર ઉત્સાહ પુર્વક મતદાન કરવા આવતા મતદારોની લાંબી લાઇનો મતદાન મથક ખાતે જોવા મળી રહી હતી.
ગ્રામીણ વિસ્તારના મતદાન મથકોમાં પણ બપોરે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.મતદાન મથકો પર કોરોના મહામારીને લઈને ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી હતી.જેમા મતદારોના હાથ હેન્ડ સેનેટાઇઝર કર્યા બાદ,થર્મલ ગનથી તાપમાનથી ચકાસણી બાદ પ્રવેશ આપવામા આવ્યો હતો.આ સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ૬ વાગ્યા સુધીમા અંદાજીત મતદાન તાલૂકા પંચાયતનુ ૫૮.૨૧ટકા જીલ્લા પંચાયતનૂ ૫૬.૧૪ ટકા મતદાન નોધાયુ હતૂ નગરપાલિકામાં ૭૮.૧૫ ટકા મતદાન નોધાયુ હતુ.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here