સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ફોર વ્હીલ સ્વીફ્ટ ગાડીમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સહિત એક આરોપીને પકડી પાડતી સંખેડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ

સંખેડા, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

કિ.રૂ.૫૨,૩૨૦/- નો દારૂ તથા એક ફોર વ્હીલ સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨,૦૮,૩૨૦ /- ના મુદ્દામાલ ઝડપાાયો

સંદિપસીંધ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ તથા આઈ.જી.શેખ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એસ.સુર્યવંશી નાયબ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા.એસ.બી વસાવા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બોડેલી સર્કલ તથા એમ.એચ.જાદવ પોલીસ સબ ઇન્સ્પેકટર સંખેડા પો.સ્ટે નાઓના સુપર વિઝન હેઠળ જીલ્લામા ચાલતી ગે.કા પ્રોહી /જુગારની અસામાજીક પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તા.૧૫/૦૨/૨૦૨૪ થી તા.૨૧/૦૨/૨૦૨૪ સુધી આપવામા આવેલ પ્રોહી ડ્રાઇવ અનુસંધાને સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એચ.જાદવ તથા સર્વેલન્સ સ્ટાફ પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે બાતમી હકિકત મેળવી સંખેડા પો.સ્ટે વિસ્તારના હાંડોદ ચોકડી ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૫૨,૩૨૦/-તથા એક સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/-તથા એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૮,૩ ૨૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહી ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) યોગેશભાઇ દોલતસિંહ સોલંકી ઉ.વ.૪૦ હાલ રહે.વાસણા તા.સંખેડા મુળ રહે.લઢોદ તા.બોડેલી જી.છોટાઉદેપુર
વોન્ટેડ આરોપીઓ-
(૧) ભોલાભાઇ સીમજીભાઇ ડુ.ભીલ રહે.કુકરદા તા.નસવાડી જી.છોટાઉદેપુર તથા નં.(૨) મુકેશભાઇ દમણભાઇ વસાવા રહે.શીતપુર વસાહત તા.ડભોઇ જી.વડોદરા તથા નં.(૩) રાહુલભાઇ અરવિંદભાઇ તડવી હાલ રહે.વડોદરા શહેર મુળ રહે.પીપળસટ તા.સંખેડા જી.છોટાઉદેપુર
-કબજે કરવામાં આવેલ મુદામાલ-
(૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીના ૧૮૦ મી.લી.ના પ્લા.ના ક્વાર્ટર નંગ-૨૪૦ કિ.રૂ.૨૬૪૦૦/- તથા (૨)માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ બીયર નંગ-૨૧૬ કિ.રૂ.૨૫,૯૨૦/- ના પ્રોહી મુદ્દામાલની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો કુલ નંગ.૪૫૬ ની કુલ કિ.રૂ.૫૨,૩૨૦/- તથા (૩) મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦0/- તથા (૪) એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૦૮,૩૨૦/-નો મુદામાલ
-સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી/ કર્મચારી-
(૧) એમ.એચ.જાદવ પોલીસ સબ ઇન્સ્પેકટર (૨) અ.હે.કો રાયસંગભાઈ જેસંગભાઈ બ.નં.૪૦૮
(૩) આ.પો.કો. રાહુલસિંહ ઘનશ્યામસિંહ બ.નં.૦૨૪૭ (૪) આ.પો.કો પ્રકાશભાઈ ખોડાભાઈ
બે.નં.૦૨૩૩.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here