સંખેડા પોલીસ સ્ટેશનના ગોલા ગામડી ચેક પોસ્ટ પાસેથી કિ.રૂ.૩૭,૩૮૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છે
દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા * અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે * નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે ગોલાગામડી ચેક પોસ્ટ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૩૭,૩૮૦/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની ઇક્કો ફોર વ્હિલર ગાડી રજી. નંબર GJ-02-BP-8508 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૮૪ 37,380/રૂપિયા નો દારૂ
(૨) મારૂતી સુઝુકી કંપનીની ઇક્કો ફોર વ્હિલર ગાડી GJ-02-BP-8508 નંબર ની ગાડી કીંમત 30,0000/રૂપિયા
(3) મોબાઇલ નંગ-૦૨ 8000/રૂપિયા ના
(૪) અંગ ઝડતીના રોકડા રૂપીયા 570/રૂપિયા
કુલ કિંમત મુદામાલ સાથે 345,950/ દારૂ ની હેરાફેરી કરતા ઈસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પકડાયેલ ઇસમો:
(૧) વરશનભાઇ ગમજીભાઇ વાસ્કલે ઉ.વ.૨૫ રહે.નાની સોહજી માળ ફળીયા તા.કઠીવાડા,જી- અલીરાજપુર.
(૨) નારણભાઇ દલસિંહ તોમર ઉ.વ.૨૭ રહે.નાની સોહજી માળ ફળીયા તા.કઠીવાડા,જી-
અલીરાજપુર
પકડવાના બાકી ઇસમ;-
(૧) સુનિલભાઇ કરશનભાઇ ચોગઠ રહે-મોરીયા ગામ સુથારી ફળિયુ તા.કઠિવાડા,જી-અલીરાજપુર
(૨) દિનેશભાઇ રામસીંગભાઇ તોમર ૨૫ રહે.નાની સોહજી માળ ફળીયા તા.કઠીવાડા,જી- અલીરાજપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here