વેજલપુરમાં જંતુનાશક દવાના સેલ્સમેનની કારમાંથી ભરબપોરે રૂ ૪૦,૦૦૦/ ના લેપટોપની ઉઠાંતરી થતા ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના વેજલપુર ગામના સુરેલી રોડ ઉપર બુધવારે ભરબપોરે ગાડી માથી લેપટોપ ની ઉઠાંતરી થતા ચકચાર મચી ગઈ છે ફરિયાદ ની વિગતો મુજબ વેરાવળ રોડ કેશોદ ના રહેવાસી અને અમદાવાદ શહેર ની અદામા ઇન્ડિયા પ્રા.લી.માં એક વર્ષ થી સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ જમનાદાસ પટોળીયા મંગળવારે ગાડી નંબર જીજે ૨૭ સીએમ ૩૯૬૬ લઈ ડ્રાઈવર કૌશિકભાઈ સેલાર રે અમદાવાદ અને કિશનભાઇ જગદીશભાઈ હીરાની રે. વડોદરા સાથે વડોદરા નાઈટ હોલ્ડ કરી બુધવારે સવારે એગ્રો ની દુકાનો માં કાલોલ અને વેજલપુર માટે નીકળેલ ત્યારે વેજલપુર સુરેલી રોડ ઉપર પ્રવિણભાઇ પટેલ ના એગ્રો સર્વિશ સેન્ટર ની સામે ગાડી મૂકી વેજલપુર એગ્રો સર્વીસ ની દુકાને ડ્રાઈવર અને કિશનભાઇ બેઠેલ અને કૌશિકભાઈ પાણી પીવા ગયેલ ત્યારે સેલ્સ નું કામકાજ પતાવી ગાડીમાં બેસવા જતા ગાડીની વચલી સીટ પર એક બેગમાં મુકેલ લેપટૉપ તથા ડેટા કાર્ડ તથા લેપટૉપ ચાર્જર બેગમાં મુકેલ તે જોવા મળેલ નહિ જેથી ડ્રાઈવર ને પુછતા તેણે કોઈ બેગ લીધી નથી અને બેગ વચલી સીટ પર મૂકી હોવાનું જનાવેલ જેથી હિતેશભાઈ એ આસપાસ તપાસ કરતાં બેગ મળી આવી નહતી જેથી બેગમાં મુકેલ લેપટોપ બેગ સહિત કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને નાસી ગયેલ હોવાનુ જાણતા એચ.પી. ઈલાઇટ બુક કંપની નું લેપટૉપ રૂ ૪૦,૦૦૦/ નું ગાડી માથી ભરબપોરે ઉઠાંતરી કરનાર ઈસમ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન એમ રાવત તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here