ડભોઇ : ચીફ ઓફિસર અને પાલિકાના પદાધિકારીઓ આંખ આડા કાન કરતા બેગવાડાના રહીશોએ નાયબ કલેકટરને આવેદન પાઠવ્યું

ડભોઇ,(વડોદરા)સરફરાઝ પઠાણ :-

વોર્ડ નંબર ત્રણમાં બેગવાડા મહેદવીયા સ્કૂલ પાસે નગરપાલિકા દ્વારા છ માસથી ખોદેલો રોડ હજુ સુધી ના બનાવતા અને ગટર ની સમસ્યા તેમજ ગંદકી થી ખદબદતી કચરા પેટી અને તેમાંથી ઉદભવતી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ થી સ્થાનિકો અને નિશાળીયાઓ ત્રાહિમામ પોકારી ઉઠતા ડભોઈ સેવાસદન ખાતે સમર સાહ અને સિતલ બેન ની આગેવાની માં નાયબ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લાટી બજાર સ્ટેટ બેંક પાસે આવેલ મહેદવિયા સ્કૂલ વિસ્તારના બેગવાળાની ગલીમાં ડભોઇ નગરપાલિકા દ્વારા નવીન આર.સી.સી રોડ બનાવવા હેતુ જુના રોડ ને એક થી દોઢ ફૂટ જેટલું ઊંડું ખોદી નાખાયું હતું. પરંતુ અગમ્ય કારણસર પાલિકા દ્વારા નવીન રોડનું કામ પડતું મુકતા છ માસ વીતી ગયા હોવા છતાં રોડના બનાવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
સાથે જ ગલીમાં સ્કૂલ પણ આવેલ હોય હાલ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ ધો.૬ થી ધો.૧૨ નો અભ્યાસક્રમ ઓફલાઈન કરતા બાળકો આવતા થયા છે તેવામાં આવા ઊંડા ખોદાયેલા રોડ અને વરસાદના કારણે કાદવકીચડનો સામ્રાજ્ય વ્યાપ્તા આવા રસ્તેથી નાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જીવના જોખમે અવર જવર કરતાં કાદવ-કીચડ ના કારણે લપસી પડવાના બનાવો બનતા હોય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માં ભયનો માહોલ વ્યાપ્યું છે.
સાથે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય વરસાદ પડતા ખોદકામના કારણે ગટરના ચેમ્બરો પણ ખુલ્લા થઈ ગયા હોય વરસાદી પાણી સાથે કાદવ કીચડ પણ ગટરમાં ઘસી જતા ચેમ્બરો પણ ભરાઈ જવા પામતા ગટર નું ગંદુ પાણી પીવાના પાણી નિ લાઈનમાં અને બોરિંગો માં ભળી જતા સ્થાનિકો ચામડીના રોગો તેમજ કોલેરા ડેન્ગ્યુ જેવા રોગોમાં સપડાયા છે. જ્યારે સ્થાનિકો દ્વારા તેમજ નગર સેવક સમર સાહ અને નગર સેવિકા સિતલ બેન પટેલ દ્વારા આ બાબતે કેટલીક વાર નગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજરોજ સ્થાનિકો દ્વારા ડભોઈ SDM ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.
જ્યારે ડભોઈ SDM સિવાની ગોયલ નાઓએ સ્થાનિકોને આ સમસ્યાનું વહેલી તકે ઘટતું કરવા આશ્વાસન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here