બોડેલીમાં વડાપ્રધાનની સભા થઇ હતી તે રોડ પર હાઈવેને અડીને આવેલા ગરનાળામાંથી વછૂટતી તીવ્ર દુર્ગન્ધ… બીમારીઓ ફેલાવવાની શક્યતાઓ..!!?

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સ્વચ્છતા પખવાડિયું શરૂ થાય તે પહેલાં દુર્ગન્ધ રોકી હાઇજેનીક વાતાવરણ સર્જવા માંગ

બોડેલી સેવાસદનની બાજુમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઇ હતી તયા પોલીસ જવાનો નો પોઈન્ટ મુકવામા આવ્યો હતો દુર્ગંધ મારતા તે જગ્યાએ પોલીસ કર્મી પોતાની ફરજ બજાવી હતી સ્થળ પર જવા બનાવાયેલા ડામર સપાટીના નવા માર્ગે બોડેલી ડભોઇ હાઇવેને અડીને આવેલા ગરનાળા પાસે અત્યંત દુર્ગંધ આવતી હોવાથી આવતા જતા નાગરિકો તેમજ અત્રેની સોસાયટીમાં આવતા લોકો, હાઇવે પર જતા આવતા વાહનોમાં બેઠેલા પેસેન્જર આ તીવ્ર દુર્ગંધ ને પગલે ત્રાસ અનુભવી રહ્યા છે. નાળા પાસેથી આવતી આ વાસ મળ, મુત્ર અને વિસ્ટા મિશ્રિત પ્રવાહી હોય તેવી અનુભવાય છે.
સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન સફળતા પૂર્વક ચલાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોડેલીની સભામાં સ્વચ્છતા માટે પણ પ્રોત્સાહન આપતી વાત પ્રવચનમાં કહી હતી. 1લી ઓગસ્ટના રોજથી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવાની શરૂઆત થઈ રહી છે. દરેકના મોબાઇલ ફોનમાં કોલર ટ્યુન વખતે સ્વચ્છતા અભિયાન સંદર્ભે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ આપવાની વાત પણ કહેવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાનના સભાસ્થળથી માત્ર બે ફલાંગ દૂરથી પ્રસરતી તીવ્ર વાસને લીધે લોકો પરેશાન હાલ થઈ ગયા છે. બોડેલી સેવાસદન કચેરીમાં મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, એસ ડી એમ કચેરી સહિત અનેક વિભાગની કચેરીઓ આવેલી છે. જયાંથી તાલુકા અને પ્રાંતના વિકાસના આયોજનના પ્લાન ઘડાય છે. વડાપ્રધાનના સભા સ્થળ પાસે જ સેવા સદન કચેરી કમ્પાઉન્ડ વોલ લાગો લગ આવેલા ગરનાળામાંથી વછૂટતી તીવ્ર વાસ બંધ કરવા સ્થાનિક આગેવાનો માંથી માંગણી ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here