કાલોલની SBI બેંકે કાયદેસરનું લેણું પુરવાર ન કરી શકતા ચેકના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકયા્

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર દિપક લખેરા દ્વારા વર્ષ ૨૦૧૪ માં કલોલ તાલુકાના વ્યાસડા ગામના ભાટ ફળિયા ના ફતેસિંહ મણીભાઈ પરમાર ની સામે ખેતીવિષયક ધિરાણની બાકી રકમ પેટે રૂ ૧,૮૬,૦૦૦/નો કેનેરા બેન્ક ચેક તા ૦૮/૧૧/૨૦૧૪ ના રોજ આપેલ જે અપૂરતા ભંડોળ ને કારણે રીટન થતા બેંક દ્વારા એન.આઈ.એકટ ની કલમ ૧૩૮ મુજબ કાલોલ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ જે કેસમાં આરોપી ફતેસિંહ મણીભાઈ પરમાર તરફથી એડવોકેટ રીંકેશ એસ શેઠે હાજર થઈ દલીલો કરી હતી. સ્ટેટ બેંકના મેનેજર ઉલટ તપાસ માં ચેક ઉપર પેઈ તરીકે ના કોલમમાં આરોપીનું પોતાનું નામ લખેલ હતું અને તે ચેક બેંક દ્વારા ક્રોસ (એકાઉન્ટ પે) કરેલો હતો તેવી હકીકત પુરવાર કરતા કોર્ટ દ્વારા ફરિયાદી બેંક તરફથી ધિરાણ વાળા કોઈ દસ્તાવેજો કોર્ટમાં રજુ કરેલ નથી કે ધિરાણ વાળા ખાતાનો ઉતારો પણ રજૂ કરેલ નથી વધુમાં ટ્રેક્ટર કઈ કંપની નું હતું, ટ્રેક્ટરનો માલિકી હકનો કોઈ પુરાવો કે આધાર પણ રજુ ના કરતા અને ફરિયાદી દ્વારા ફરિયાદમાં ખેતી વિષયક ધિરાણ અને જુબાનીમાં ટ્રેક્ટર નું ધીરાણ ની વિસંગત હકીકત રજુ કરતા ,વધુ મા કેટલું ધિરાણ બાકી હતું ,કેટલા હપ્તા બાકી હતા તેવી કોઈ હકીકત બેંકે રજુ કરેલ નથી તેથી ફરિયાદ પક્ષની વર્તણુંક શંકા પ્રેરે તેવી હોવાનું જણાવેલ છે. નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના સિદ્ધાંતો મુજબ આરોપીએ પોતાનું કાયદેસર જવાબદારી ચૂકવવા પોતે નિભાવતા હોય તેવા એકાઉન્ટ નો ચેક આપેલ હોવો જોઈએ તેવા કોઈ સિદ્ધાંત નુ પાલન થયું નથી વધુમાં સદરહું ચેક અંગેનું બેંકનું લેણું કાયદેસર વસૂલી શકાય તેવું હતું તે પણ ફરિયાદ પક્ષે પૂરવાર કર્યું ન હોવાથી પોતાના કેસની હકીકત સાબિત કરવામાં ફરિયાદી બેંક નિષ્ફળ ગઈ હોય આરોપીઓ એડવોકેટ રીંકેશ શેઠની દલીલોના આધારે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ તા ૧૫/૧૦/૨૦૨૦ ના રોજ કાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એસ.મહેતા દ્વારા કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here