વિકાસશીલ ગુજરાતના દાવાઓને પોકળ સાબિત કરતું નર્મદા જિલ્લાનું નાનકડું ગામ ગારદા…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગામની જર્જરિત આંગણવાડીમાં ભયના ઓથા હેઠળ ભણતા ગામ ના બાળકો

જર્જરિત આંગણવાડીમાં ગામના નાના ભૂલકાઓ ભણવા મજબૂર સમસ્યા નું નિરાકરણ ક્યારે ?

અચાનક કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ ?

દેશના એસ્પિરેશનલ જીલ્લા ઓ મા. સમાવિષ્ટ નર્મદા જિલ્લો આજે પણ અનેક સમસ્યાઓ થી પીડિત છે, દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે. ત્યારે ગુજરાતના નર્મદા જીલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળે છે. રાજ્ય માં શિક્ષણ નું સ્તર તો જીલ્લા માં કથડેલું છેજ પરંતુ કરોડો રૂપિયાની સરકારી e ઇન્સ્ફાસ્ત્રકચર ni ગ્રાંટો પણ ક્યાં પગ કરી જાય છે તે તપાસ નો વિષય બન્યો છે.

ડેડીયાપાડા તાલુકા નાં છેવાડા ના અંતરીયાળ ગામ ગારદા માં આવી એક વિકટ પરિસ્થિતિ આજે જોવા મળી હતી ગામ ની આંગણવાડી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, જેના ઓટલાની તમામ પત્થરો (ટાઈલ્સ) નીકળી ગઈ છે, અને જેમાં સાપ, વીંછી જેવા જીવલેણ જાનવરો ઘૂસી રહેતા હોય છે, જે કોઈ બાળક ને ડંખ મારે અને કોઈ જીવલેણ ઘટના સર્જાય તો જવાબદાર કોણ?? એવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. અને આંગણવાડીમાં ઓરડો તેમજ રસોડું પણ જમીન માં બેસી ગયું છે.અને જેની છતના કોઈ ઠેકાણા નથી. જે ચોમાસા દરમિયાન આખી છત ગળી પડે છે, અને શોચાલય પણ ખંડેર હાલત બિન ઉપયોગી થઈ જવા પામ્યું છે, છતાં પણ મોતના મુખમાં બાળકોને ભણાવવા મજબૂર થવું પડ્યું છે. આદીવાસી બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા જોવા મળ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી બાળકો ભણે છે. શિયાળો ઉનાળો,અને ચોમાસાની ત્રણેય ઋતુમાં આ બાળકોને કેવી તકલીફ પડતી હશે તે સમજી શકાય તેમ છે. છતાં પણ કોઈ અધિકારીઓને આ નજરમાં આવતું નથી.

ગામના લોકો માંગણી કરી રહ્યા છે કે હવે ખરાબ હાલતમાં હોય તેવી આંગણવાડીઓ તરફ સરકાર ધ્યાન આપે અને તેનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. શું આ મામલે નર્મદા જીલ્લા ના સરકારી અધિકારીઓ ગંભીરતા દાખવી સમસ્યા હલ કરસે ખરા ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here