કાલોલમાં નગરમાં આવેલ ગધાક.૧૮/૮૪ થી સવાલવાળી જમીન મુળ માલિકે નગરપંચાયતને સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજુરી સિવાય વેચાણ આપતા  કલમ-૪૩ તથા ૬૩ ના ભંગ બદલ કરોડોની જમીન સરકારી પડતર હેડે દાખલ કરવામાં આવી…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ મોજે.તા.કાલોલના નીચે જણાવેલ ગામનું નામ તાલુકો સ.નં. હે.આર.પ્ર. આકરા રૂ.પૈસા કાલોલ કાલોલ ૧૦૧૦ ૦-૬૯-૪૮ ૦-૦૦ વાળી જમીન પટેલ કુબેરદાસ કાળીદાસના નામે ચાલતી હતી વાદગ્રસ્ત જમીન કૃષિપંચ અને અઘિક મામલતદારશ્રી કાલોલએ તેઓના તા.૨૦/૦૬/૧૯૮૭ ના હુકમ નં.ગધાક.૧૮/૮૪ થી સવાલવાળી જમીનના મુળ માલિક કુબેરદાસ કાળીદાસ પટેલએ નગરપંચાયતને સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજુરી સિવાય વેચાણ આપતા મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન અઘિનિયમ-૧૯૪૮ ની કલમ-૪૩ તથા ૬૩ ના ભંગ બદલ સરકારી પડતર હેડે દાખલ કરેલ છે. આ બાબતે જેતે વખતે નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરાના કેસ નં. ગણત/૭૪/૦૮/૨૦૨૧ તા.૦૯/૦૭/૨૦૨૧ અને તેના સંદર્ભ માં કરેલ સુધારા હુકમ તા.૨૭/૦૭/૨૦૨૧ કરેલ છે. આ બાબતે ત્રાહીત પક્ષકાર તરીકે ત્રૃષા શૈલેશ પરીખ રહેવાસી વડોદરાનાઓએ તા.૦૨/૦૮/૨૦૨૧ તથા તા.૦૩/૦૮/૨૦૨૧ ના રોજ અરજી આપી આ જમીન પોતાની હોવાની રજુઆત કરેલ છે. જેથી આ કામે કરેલ રજુઆત નિગાહે લેવામાં આવે છે. તથા તપાસ કરવામાં આવેલ છે. તથા તેઓના જણાવ્યા મુજબ જો પ્રમોલગેશનમાં અગરતો માપણીમાં ભુલ હોય તો આ બાબતે યોગ્ય અધિકારીશ્રી સમક્ષ રજુઆત કરી દાદ માંગી શકે છે. વિવાદી જમીનને લગતું અત્રેથી કલમ -૨૧ મુજબનું જાહેરનામું તા.૨૧/૦૫/૨૦૨૧ ના રોજ બહાર પાડવામાં આવેલ હતું આ જાહેરનામાની અમલવારી ના સમયગાળા દરમ્યાન નાયબ કલેકટરશ્રી ગોધરાના ઉપર મુજબના બે હુકમ આપતાં સદર જાહેરનામું આપોઆપ રદ બાતલ ઠરે છે. તથા નાયબ કલેકટરશ્રી ગોઘરા પ્રાંત સાહેબની કોર્ટમાં ચાલતાં અપીલમાં હાલના વિવાદી ત્રાહીત પક્ષકાર તરીકે ત્રૃષા શૈલેશ પરીખ જોડાયેલ ન હોય તેવા સંજોગામાં નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંત ગોધરાનાઓએ રીમાન્ડ કરેલ કેસમાં નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંત ગોધરાના જણાવ્યા મુજબ સવાલવાળી જમીનના મુળ માલીકના વારસોને પ્રથમ સાંભળવાના થાય છે. તે જોતાં ત્રૃષા શૈલેશ પરીખ વિગેરેઓની અરજીના આધારે તેઓને આ કેસમાં ત્રાહીત પક્ષકાર તરીકે જોડવા યોગ્ય જણાતું નથી. જે અન્વયે અરજદારશ્રીએ હુકમથી નારાજ થઇ હાલના વિવાદીએ રીવીઝન અપીલ થતા તે સાથે વિલંબ માફીની અરજી દાખલ કરી દાદ માંગેલ હતી.સદર અપીલ અરજી મે.નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરાના રજીસ્ટર ક્રમાંક ૮/૨૦૨૧ થી નોંધવામાં આવેલ હતી સદર અપીલ ચાલી જતાં તા.૦૯/૦૭/૨૦૨૧ થી આખરી હુકમથી નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં મોજે.કાલોલ ખાતા નંબર ૫૧૮ સ.નં.૧૦૧૦ જુનો સ.નં.૩૧૫/૧/૨ પૈકી ૩ ની હે.આર.પ્ર. પ્રતિ.૦-૬૯-૪૮ વાળી જમીન નો ગ.ધા.ક.૮૪ (સી) (૧) તથા ગણોતધારની કલમ ૮૪ (સી) (૨) ના પરતુંકની જોગવાઇ મુજબ નિકાલ કરવા કેસ કૃષિપંચ અને મામલતદાર કાલોલને રીમાન્ડ કરેલ છે. પરંતુ સદર હુકમમાં શરતચુકથી કૃષિપંચ અને અધિક મામલતદારશ્રી કાલોલના હુકમ નં.ગધાક ૧૮/૮૪ તા.૨૦/૦૬/૧૯૮૭ નો નિર્ણય રદ કરવાનું ટાઇપોગ્રાફીકલ મિસ્ટેકના કારણે શરતચૂકથી રહી જવા પામેલ જેથી નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંત ગોધરાના તા.૦૯/૦૭/૨૦૨૧ હુકમમાં કૃષિપંચ અને અધિક મામલતદારશ્રી કાલોલના હુકમ નં.ગધાક ૧૮/૮૪ તા.૨૦/૦૬/૧૯૮૭ નો નિર્ણય રદ કરવા સુધારા હુકમ કરવામાં આવેલ છે. તા.૨૭/૦૭/૨૦૨૧ ના હુકમ થી કેસ અંગે મુળ હુકમમાં કરેલ ચર્ચા મુજબ કાર્યવાહી કરવા મામલતદારશ્રી કાલોલને સુચના આપવામાં આવેલ છે. પક્ષકારો ધ્વારા નીયત સમયમાં મુળ સ્થિતિમાં લાવવામાં ચુક થયેથી ગ.ધા.ક.૮૪ (સી) (૩) જોગવાઇ મુજબ જમીન કોઇપણ જાતના બોજા સહીત સરકાર હસ્તક દાખલ કરવાની રહેશે. તેમ ઠરાવવામાં આવે છે. મોજે.કાલોલ ખાતા નંબર ૫૧૮ સ.નં.૧૦૧૦ જુનો સ.નં.૩૧૫/૧/૨ પૈકી ૩ ની હે.આર.પ્ર. પ્રતિ.૦-૬૯-૪૮ વાળી જમીન ગ.ધા.ક.કેસ નં.૩/૨૦૨૧ થી કરેલ કાર્યવાહી ગણોતધારા ૮૪ (સી) હેઠળની કાર્યવાહીથી આપે કરેલ જમીનને મુળસ્થિતિમાં લાવવા કરેલ હુકમનું પાલન કરવા અમો એ આ જમીન મુળસ્થિતિમાં લાવવા જમીનનો અવેજ પાછો ચુકવી જમીનનો ખાસ ખુલ્લો અને પ્રત્યક્ષ કબજો ભોગવટો છે. તેમ જણાવેલ છે. આમ હાલના અરજદાર ધ્વારા ખરી હકીકતની જાણ થતાં ગણોતધારા ૮૪ (સી) (૨) મુજબના હુકમનો નિયત સમય મર્યાદામાં અમલ થયેલ હોય માટે ગણોતધારા ૮૪ (સી) (૩) ની કાર્યવાહી કરવાની રહેતી નથી. તેવુ ઠરાવવામાં આવે છે.અને નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંતના ગોધરાના તા.૨૭/૦૭/૨૦૨૧ ના સુધારા હુકમ નંબર ગણત/૭૪/કેસ નંબર ૮/૨૦૨૧ ના હુકમ મુજબ કુષિપંચ અને અધિક મામલતદાર કાલોલના હુકમ નંબર ગ.ઘા.ક.૧૮/૮૪ તા.૨૦/૦૬/૧૯૮૭નો નિર્ણય રદ કરેલ હોય રેકર્ડ મુળ સ્થિતિમા લાવવાનું થાય છે. જેથી મુળ માલિકી કુબેરદાસ કાળીદાસનું નામ ઠરાવવામાં આવે છે. તે મતલબની જાણ કરવી રેકર્ડે નોંધ કરવી.આ ઉપરાંત નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંત ગોધરાના વખતો વખત રીમાન્ડ કરેલ હુકમોને ધ્યાને રાખી ઉપર મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બાબતે જેતે હીત ધરાવતી વ્યકિતઓએ આ હુકમ સામે નારાજ હોઇ સક્ષમ કોર્ટમાં નિયત સમય મર્યાદામાં અપીલ કરી દાદ માંગી શકે છે. માંગી શકે છે.આમ ઉપર મુજબ ના હુકમ ની નોધ કરવામાં આવે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here