વાઘોડિયા સહિત બે ગ્રામ પંચાયતોને એકત્ર કરીને વાઘોડિયા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતો હોય તો બોડેલીનો વારો ક્યારે…!!

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ને નગરપાલિકા બનાવવાનો ઠરાવ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પસાર થયો હોવા છતાં બોડેલી નગરપાલિકાના સ્ટેટ્સથી વંચિત કેમ ??

બોડેલી અલીપુરા ઢોકલિયા પંચાયતો ના ઠરાવ ને આધારે તત્કાલીન વડોદરા જિલ્લા પંચાયત દ્વારા તા.૨૯/૦૯/૨૦૧૧ ના રોજ ભાજપ ના જ બોર્ડ દ્વારા સામાન્ય સભા માં બોડેલી ને નગર પાલિકા નો દરજ્જો આપવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો છતા પણ આજે ભાજપ સરકાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, એટલે શું જિલ્લા પંચાયત ના ઠરાવ ની કોઈ કિંમત નથી…??!!!

બોડેલી ને નગરપાલિકાનો દરજ્જો નહીં આપવામાં આવતા આ વિષય માં નેગેટિવ ભૂમિકા ભજવનારા ઓ ઉપર દિલુભાઈ ઠક્કરએ જણાવ્યું હતું કે. બોડેલીના આગેવાનોને બોડેલી નગરપાલિકા બને તેમાં કોઈ રસ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here