છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ગોપાલ ટોકીઝથી રાજ ખેરવા જતો માર્ગ છેલ્લા નવ મહિનાથી વિવાદમાં…

બોડેલી, (છોટાઉદેપુર)ચારણ એસ વી :-

મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા બોડેલી તાલુકાના ટીડીઓ તેમજ અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના તલાટી તેમજ બોડેલી પોલીસ તેમજ ગામના આગેવાનો સાથે રહીને તલાટી તેમજ ટીડીઓની રૂબરૂમાં નડતરરૂપ દબાણ તોડી નાખવામાં આવ્યા હતા ત્યારે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી અલી પુરા વિસ્તારની સોસાયટીઓની અવરજવર કરવા સરકારમાંથી 1,કરોડને 87 લાખ ખર્ચે ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવા રોડ મંજૂર કરાવ્યું હતું આ રોડ પૂર્ણ થવાની આરે છે પણ અલીપુરામાં આવેલ ગંગાનગર સોસાયટી સાધના નગર સોસાયટી, રામનગર સોસાયટી જન કલ્યાણ સોસાયટી દિવાળીબા પાર્ક ગજાનંદ પાર્ક ના રાહદારીઓ આ રસ્તે અવરજવર કરે છે પણ છેલ્લા નવ મહિનાથી વિવાદમાં સકડાયેલો આ રસ્તો લોકોને અવરજવર કરવા માટે માથાનો દુખાવા સમાન થઈ ગયું છે ત્યારે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગંગાબેન રાઠવા એ જણાવ્યું હતું કે વિધ્ન સંતોષી વ્યક્તિઓએ આ રોડની બાજુમાં આવેલ દબાણ નો મુદ્દો લાવી અટકાવીને જે લોકોએ અમારી એટલે કે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતની બોડી ને બદનામ કરવા છેલ્લા 9 મહિનાથી આ રોડનું કામગીરી કરવા દેતા નથી ક્યારે ગંગાબેન રાઠવા એ લોકોની હિતને લઈ સરપંચ ગંગાબેન રાઠવા પીપીડબલ્યુ ડી તેમજ જિલ્લા પંચાયતને આ વિવાદનો નિકાલ લાવીને ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવા જતો માર્ગને કામ શરૂ કરાવવા રજૂઆત પણ કરી હતી ત્યારે આ રોડનું કામ જલ્દી થકી બનાવવામાં માગ કરી છે જેથી રાહદારીઓને આવવા જાવામાં તકલીફ ના પડે અને જલ્દી થકી નિરાકરણ લાવો તેવી અલીખેરવા જુથ ગ્રામ પંચાયત સંરપચ ગંગા બેન વિઠ્ઠલભાઈ રાઠવા એમાંગ કરેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here