ધારાસભ્ય ચેતર વસાવાને ફસાવવા માટે ભાજપે ષડયંત્ર રચ્યો — ગોપાલ ઇટાલીયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ધારાસભ્ય ચૈતર વસાવા ક્યાંય ફરાર થયા નહોતા પોતાના ઘરેજ હતા

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતન વસાવા સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં વન વિભાગ એ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હોય ધારાસભ્ય ચેતર વસાવા આગોતરા જામીન મેળવવાના હાથ ધર્યા હતા પરંતુ તેમાં તેઓ સફળ ન થતા આજરોજ છેક રીતે ડેડીયાપાડા પોલીસ મથકમાં હાજર રહેતા તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા પણ હાજર રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાની વયમાં ચેતર વસાવા ડેડીયાપાડા વિધાનસભા માં ભાજપાને હરાવીને વિજયી બન્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે, તેના પેટમાં તેલ રેડાયું છે જ્યારથી તેઓ જીત્યા છે ત્યારથી તેમને બદનામ કરવા હેરાન પરેશાન કરવા તેઓને ફસાવવા તેઓના પરિવારજનોને ત્રાસ આપવાના ષડ્યંત્ર ભાજપા દ્વારા રચવામાં આવી રહ્યા છે, તેઓને અને તેમના પરિવારોને ફસાવવા માટે તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાય છે. તેમના ધર્મપત્તિને ખોટી રીતે જેલમાં પૂરી રખાયા છે. ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રશ્નોને પ્રકાશમાં લાવવા માટે ધારાસભ્ય ચેતર વસાવા હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે આદિવાસીઓના પ્રશ્નોને મોટા પ્રમાણમાં તેઓ સમગ્ર રાજ્યભરમાં ઉજાગર કરી રહ્યા છે ત્યારે ભાજપાના જે 156 ધારાસભ્યો ઘરોમાં બેસી રહે છે તેમની જેમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઘરમાં બેસતા નથી. લોકોના પ્રશ્નોને ઉઠાવે છે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. આદિવાસીઓના જમીનોના પ્રશ્નો આદિવાસીઓના જાતિના પ્રમાણપત્રના પ્રશ્નો આદિવાસીઓની સ્કોલરશીપના પ્રશ્નો નકલી કચેરીઓ સહિત ભ્રષ્ટાચારના અનેક બધા પ્રશ્નો ધારાસભ્ય ચેતર વસાવા એ ગુજરાતની જનતાના હિતમાં ઉઠાવયા હોય ભાજપા ના પેટમાં તેલ વેરાય છે. જેથી ખોટા કેસમાં તેઓને ફસાવ્યા હોવાનો જણાવી ધારાસભ્ય આજે સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હોવાનો જણાવ્યું હતું. કાયદાની અદાલતમાં ધારાસભ્યને ન્યાય મળશે જ આટલા સમય સુધી તેઓ ક્યાં હતા નો પ્રશ્ન ગોપાલ ઇટાલીયા ને પૂછતા ગોપાલ ઇટાલીયા એ ધારાસભ્ય ચેતર વસાવા પોતાના ઘરે જ બોગજ ગામ ખાતે હોવાનુ જણાવ્યું હતું. આગોતરા જામીન ની કોશિશ ચાલતી હતી જે ન મળતા આજે તેઓ પોલીસ સમક્ષ સ્વેચ્છિક રીતે હાજર થયા હોવાનું પણ ગોપાલ ઇટાલીયા એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું

આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચેતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે એ પ્રશ્ન ના જવાબ મા ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે ચેતર વસાવા એ લોકસભાની ચૂંટણી લડવી જ જોઈએ ચાર પાંચ ચોપડી વાળા મંત્રી બનતા હોય તો ચેતર વસાવા તો ભણેલા ગણેલા આદિવાસી બાહોશ નેતા છે તેમને લોકસભામાં જગ્યા મળવી જ જોઈએ અને લોકસભામાં આદિવાસીઓના પ્રશ્નોને ખરા અર્થમાં તેઓ વાચા આપશે નું ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું.
જો તેઓને જામીન નહીં મળે તો ના પ્રશ્ન ના જવાબ મા અમે અદાલતો ના દ્વાર ખખડાવીશું અને જનતાની અદાલતમાં જઈશું નું ગોપાલ ઇટાલીયા એ જણાવી ભારતીય જનતા પાર્ટી ને આડે હાથ લીધી હતી. ગુજરાત ની જનતાએ ભાજપા ને 156 સીટો આપી છે એ લોકો કામ કરતા નથી નકલી ટોલનાકા, નકલી ડી . વાય એસ પી, સરકારી કચેરી નકલી બધું જ નકલી જે બધું ભાજપા ના શાસનમાં થઈ રહ્યું હોવાનો ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું.

સાંસદ મનસુખ વસાવા એ ધારાસભ્ય ચેતર વસાવા એ પોલીસ સમક્ષ હાજર થઈ જવું જોઈએ એનું નિવેદન આપ્યું છે એ બાબતે ગોપાલ ઇટાલીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે જો સાંસદ મનસુખભાઈ સામે કોઈ બળાત્કારની ખોટી ફરિયાદ કરે તો શું સાંસદ સ્વેચ્છા એ પોલીસ સમક્ષ હાજર થઈ જશે તેઓને સંવિધાન દ્વારા દેશના કાનુંન પોતાનો બચાવ કરવા માટે આગોતરા જામીન મેળવવાનો હક આપ્યો છે તો સાંસદ જામીન મેળવવાના પ્રયાસો નહીં કરે શું સાંસદ બંધારણ થી ઉપરવટ છે અને મનસુખભાઈ કાયદાની ઉપર વટ જઈને વાત કરનારા કોણ નો પ્રત્યુતર ગોપાલ ઇટાલીયા એ આપ્યો હતો.

આગળની રણનીતિ અંગે પૂછવામાં આવતા ગોપાલ ઇટાલીયા એ ભાજપા સામે સંઘર્ષ, ભાજપના શાસન તેની તાનાશાહી તેના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ એ એક જ નીતિ આમ આદમી પાર્ટીની રહેશે નુ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here