છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાની બુમડી અંતરિયાળ વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજે સવારે બોડેલી તાલુકાના નાની બુમડી ગામી ચાર દિવસ પહેલા એક ખેડૂતને ખેતરની સીમમાં એક દીપડો જોવા મળ્યો હતો ત્યારે નાની બુમડી ના સરપંચ દામનભાઈ રાઠવા દ્વારા બોડેલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી બોડેલી યુ વન વિભાગ દ્વારા નાની બૂમડી ગામમાં દીપડાને પાંજરે પુરવા માટે મિટિંગ યોજવામાં આવી હતી ત્યારે બોડેલી વન વિભાગ દ્વારા પિંજરું પણ મૂકવામાં આવ્યું હતું આની આજે વહેલી સવારે બોડેલી વન વિભાગના અધિકારીઓ એ કે રાઠવા અને રતનભાઇ રાઠવા તેમજ કુસુમબેન બારીયા સ્ટાફ સાથે રહીને બે દિવસની મહેનત બાદ આજે નાની બુમડી ગામની સીમમાંથી વન્યપ્રાણી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો ત્યારે નાની બુબડી તેમજ આજુબાજુ વિસ્તારના લોકોને હાશકારો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here