લોક ફરિયાદ નિવારણ માટે પોલીસ અધીક્ષક અને ના પોલીસ અશીક્ષક દર સપ્તાš ૨-૨ દિવસ લોકોની ફરિયાદ સાંભળશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જીલ્લાના પ્રજાજનોને પોલીસને લગતા પ્રશ્નોના નિવારણ માટે નાગરીકોના વિવિધ પ્રશ્નો સબંધીત કચેરીમાં સાંભળીને તેનો
નિકાલ કરવામાં આવે તે ઇચ્છનિય છે. નાગરિકોને યોગ્ય રીતે સાંભળી તેઓને સંતોષ થાય તેમજ વહીવટ વધુ લોકાભિમુખ બને તે માટે સરકારશ્રી તરકથી ભાર મુકવામાં આવેલ છે. જેથી અત્રેના છોટાઉદેપુર જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી. છોટાઉદેપુર ખાતે દર સપ્તાહમાં મંગળવાર તથા બુઘવાર નાયબ પોલીસ અધિક્ષકશ્રીનાઓની કચેરી ટાઉદેપુર ડિવીઝનનાઓની કચેરીએ દર સપ્તાહના ગુરૂવાર તથા શુક્રવારના દિવસોમાં અરજદારોને સાંભળવામાં આવશે. જેથી કોઇ નાગરીકોને તેમના વિવિધ પ્રશ્નો/રજુઆત હોય તો આ દિવસો દરમ્યાન જે તે કચેરી ખાતે કચેરી સમયે પોતના પ્રશ્નોના આધાર પુરાવા સહિત હાજર રહેવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here