બોડેલી : વિશ્વ હિન્દુ પરિષદ સાથે સાથી સંસ્થાઓનાં કાર્યકરો દ્વારા કંકુચોખા આપી શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત વિશાળ શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર હોય આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનવા સમગ્ર ભારત વર્ષમાં શ્રીરામ ભક્તોને ઘરે ઘરે કંકુ – ચોખા આપી આમંત્રણ પાઠવવામાં આપવા માટે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષર કળશ સમગ્ર ભારત વર્ષમાં મોકલવામાં આવ્યા આવી રહ્યા છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ અક્ષત કળશ આવી પહોંચતા છોટાઉદેપુર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા અક્ષત કળશનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરી તેના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે બોડેલીનાં અલીપુરા સ્થિત શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે છોટાઉદેપુર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ દીપકભાઈ વિજયવર્ગીય પ્રચારક રામભાઈ ભરવાડ, વિશ્વ હિન્દુ પરિષદ બોડેલી પ્રખંડ અધ્યક્ષ નીરજ ઠક્કર સાથે તાલુકા જિલ્લાના હોદ્દેદારો છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, છોટાઉદેપુર જિલ્લા સંઘ કાર્યવાહક અશ્વિનભાઈ રાઠવા, બોડેલીના અગ્રણીઓ કંચનભાઈ પટેલ, જીગ્નેશ ચોક્સી, અજીતસિંહ લાકોડ, જૈમિત પાઠક, ગૌરવ શાહ વિગેરે સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને અક્ષત કળશને ફુલહાર કરી વધામણા કરવામાં આવ્યા હતા અને અક્ષત કળશને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બોડેલી હાલોલ રોડ પર આવેલ શ્રી જલારામ મંદિર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના ગામે ગામ શ્રી રામ ભક્તોના ઘરે ઘરે પહોંચી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સાથી સંસ્થાઓનાં કાર્યકરો દ્વારા કંકુચોખા આપી શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here