રાજપીપળા સિંધિવાડ વિસ્તારમાં ડેન્ગ્યુનો વધુ એક પોઝીટીવ કેસ નીકળ્યો

રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :–

રાજપીપળા નગરપાલીકા ની શિંધિવાડ વિસ્તાર માં સાફસફાઈ મામલે ઉદાસીન નિતી

જોકે આરોગ્ય વિભાગ ની સંનિષ્ઠ કામગિરી
અર્બન દ્વારા ફોગિંગ સહિત ની કામગીરી કરાઈ

થોડાક દિવસ પહેલા બે ડેન્ગ્યુ નાં કેસ નિકળ્યા બાદ હાલ ત્રીજો કેસ નિકળયો- રોગચાળો ફાટી નીકળવાની દહેસત

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેર માં ધીમી ગતી એ ડેન્ગ્યુ પગ પેસારો કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને રાજપીપળા નાં સિંધિવાડ વિસ્તાર થોડાક સમય પહેલા બે કેસ સામે આવ્યા બાદ હાલમાં ત્રીજો કેસ નાનાં બાળકનો જોવા મળ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ હતી, ડેન્ગ્યુ નાં આ કેસ માં એક મહિલા અને એક યુવાન બાદ હાલમાં આઠ વર્ષ નાં બાળકનો સમાવેશ થાય છે ત્યારે ડેન્ગ્યુ એ અત્યારસુધી કેટલા વિસ્તાર માં પગ પેસારો કર્યો છે તેનો પણ સર્વે થઈ રહ્યો છે.

આ મુદ્દે બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર એ કે સુમન એ જણાવ્યું કે આજે સવારે જ આ બાબતની જાણ થઈ છે માટે ટીમને સૂચના આપી છે અને હાલમાં આ વિસ્તારમાં તાબડતોબ ફોગિંગ સહિતની કામગીરી કરાઇ છે.

રાજપીપળા નગરપાલિકા સાફ-સફાઈ ના મામલે સિંધીવાડ વિસ્તારમાં સંપૂર્ણપણે ઉદાસીન નીતિ અપનાવતી હોવાનો સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે, ત્યારે રાજપીપળા નગરપાલિકા આ મામલાને ગંભીરતાથી લઈ રાજપીપળા ના સીધિવાડ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ હાથ ધરી તેમજ ડીટીટી પાવડર નો જંતુનાશક અને મચ્છરોનો નાશ કરવા પાવડર નો છંટકાવ કરે અને ડેન્ગ્યુની બીમારીને વધુ વક્રરતા અટકાવે એવી નગરજનો માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here