રાજપીપળા પાસેના ભદામ ગામના રબારી ફળિયામાં રૂપિયા 4.26 લાખની ઘરફોડ ચોરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા પાસે આવેલ ભદામ ગામના રબારી ફળિયા માં રૂપિયા 4.26 લાખ ની ઘરફોડ ચોરી થતા મકાન માલિકે રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હોવાનુ જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદ આપનાર જયેશભાઇ ફુલાભાઇ રબારી,રહે.ભદામ રબારી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા ની ફરિયાદ મુજબ તેઓ મકાનના ઉપરના માળે સુવા માટે ગયેલ હતા તે સમયે કોઈ ચોર ઇસમ તેમના મકાનના પાછળના ભાગે આવેલ હવા ઉજાશની લાકડા તેમજ કાચની બારીનો કાચ તોડી અંદરથી બારીની સ્ટોપર ખોલી મકાનમા પ્રવેશ કરી નીચેના બીજા રૂમમા આવેલ તિજોરી ખોલી તિજોરીના હેન્ડલવાળા ડ્રોવરમાં ડબ્બામા મુકેલ સોનાના દાગીના અંદાજે સાડા પાચ તોલાના કિ.રૂ.૨,૯૧,૦૦૦ (અંકે રૂપિયા બે લાખ એકાણુ હજાર પુરા) તથા ચાદીની દાગીના કિ.રૂ.૩૫૦૦૦/-(અંકે રૂપિયા પાત્રિસ હજાર પુરા) તેમજ જુદાજુદા દરની ચલણી નોટો રકમ રૂ.૧૦૦૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) મળી કુલ્લે રૂ.૪,૨૬,૦૦૦ ની માલ મત્તાની ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા ચોર ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here