રાજપીપળાના ટેકરાફળીયા ખાતેથી જુગાર રમતા 5 જુગારીઓને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઝડપાયેલા જુગારીઓ પાસેથી 78 હજારનો મુદ્દામાલ જપ્ત

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ જીલ્લા મા ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ ને ડામવા નર્મદા જીલ્લા LCB પોલીસ સક્રિય બની ઠેરઠેર પોતાના ગુપ્તચરો ને કામે લગાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને ડામવા કટિબદ્ધ બની ઠેરઠેર દરોડા પાડી આરોપી ઓને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી રહી છે.

નર્મદા જીલ્લા LCB ના પી.આઇ. એ.એમ. પટેલે પોતાના સ્ટાફ ના જવાનો ને કામે લગાડયા હતા જે દરમ્યાન પોલીસ જવાનો કિરણભાઈ રતિલાલ અને રાકેશ કેદારનાથ ને બાતમી મળેલ હતી કે રાજપીપળા ના ટેકરાફળીયા વિસ્તારમાં જુગાર રમી રહયા છે.

નર્મદા LCB પોલીસે બાતમી ના આધારે ટેકરાફળીયા ખાતે પાણી ની ટાંકી પાસે રેડ કરી પાંચ જુગારીઓ ને ઝડપી પાડયા હતા . જેમાં 1) અંકિત ભરત વસાવા 2) રોનક મહેન્દ્ર વસાવા 3) ઉમંગ નગીનભાઈ વસાવા 4) પંકજ પ્રવિણ વસાવા અને 5) કમલેશ ભરત વસાવા તમામ રહે. ટેકરાફળીયા રાજપીપળા નાઑનો સમાવેશ થાય છે. પોલીસે ઝડપેલા આરોપી ઓ પાસે થી રુપિયા 12620 રોકડા , મોબાઈલ નંગ 4 કિંમત રુપિયા 10500 મોટરસાઈકલ નંગ 2 કિંમત રુપિયા 55000 મળી કુલ રુપિયા 78120 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ સામે જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here