રાજપીપળા કોવિડ હોસ્પિટલ દ્વારા આજરોજ એક પણ મૃત જાહેર કરાયેલ નથી !! જયારે દવાખાનામા દાખલ 5 ના મોત

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગે જીલ્લામા પોઝિટિવ દર્દી નો આંક 47 નો જાહેર કર્યો જયાંરે રાજય સરકાર દ્વારા 103 પોઝિટિવ જાહેર કરાયા

કોરોના સેન્સેટીવ મેટર છે બેદરકારી કોણ દાખવી રહયુ છે ??

રાજપીપળા કોવિડ હોસ્પિટલ અને નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ સહિત જીલ્લા વહીવટી તંત્ર એટલે અહો: આશ્ચર્યમ !!!! જેવુ લાગી રહયુ છે. અને લાગે પણ ખરુ , કેમ ન લાગે કારણ પણ ખુબજ સપષટ છે, જીલ્લા આરોગ્ય વિભાગ ના રેકોર્ડ ઉપર માર્ચ 2020 થી આજદીન સુધી કોરોના ની મહામારી મા માત્ર 3 ના જ મોત !!!!
થયુ ને આશ્ચર્ય , હા આંકડા જે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તેમા આજ ચિત્ર બતાવવામાં આવી રહયું છે. જીલ્લા મા આજદીન સુધી કુલ પોઝિટિવ દર્દી નો આંક. 3318 સુધી પહોંચ્યો છે , જે પૈકી માત્ર 3 નાજ મોત નિપજ્યા હોવાનું નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ છે.

દરરોજ રાજ્ય મા કેટલા પોઝિટિવ કેસો નોધાયા તેની સત્તાવાર જાહેરાત રાજય સરકાર દ્વારા પણ કરવામાં આવે છે , રાજ્ય સરકાર પોતે રાજય ના તમામ જીલ્લા ઓની પરિસ્થિતિ નો ચિતાર આપે છે.વિધી ની વકતા એવી છે કે રાજ્ય સરકારે જાહેર કરેલ કોરોના પોઝિટિવ દર્દી ઓ ની સંખ્યા અને નર્મદા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાતી સંખ્યા મેળ જ ખાતી નથી !! આવુ કેમ ?? શુ નર્મદા જીલ્લા ના કોરોના પોઝિટિવ દર્દી ઓ ની સંખ્યા છુપાવવામાં આવી રહી છે ??

આજનીજ વાત કરીએ તો આજરોજ રાજય સરકાર દ્વારા જે સમગ્ર રાજ્ય ના કોરોના પોઝિટિવ કેસો ના આંકડા જાહેર કરેલ છે તેમાં નર્મદા જીલ્લા ના 103 દર્દીઓ ને કોરોના પોઝિટિવ હોવાનું રાજય સરકાર પોતાની સત્તાવાર જાહેરાત કરી બતાવી રહી છે જયારે નર્મદા જીલ્લા વહીવટી તંત્ર માત્ર 47 દર્દી કોરોના પોઝિટિવ બતાવી રહયું છે !!! હવે આમા સાચુ કોણ ?? રાજય સરકાર સાચી કે નર્મદા જીલ્લા નુ તંત્ર ??

હવે મરણાંક ની વાત કરીએ તો આજરોજ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દી ઓ પૈકી પાંચ ના કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં ( 1)શાંતાબેન આહિર ઉ.વ.60 રહે.ઝંખવાવ ( 2) હરેશભાઇ ચંદ્રશંકર જોષી ઉ.વ. 70 રહે. રાજપીપળા ( 3) પુનમચંદ ગામીત ઉ.વ.40 રહે . ઓરી ( 4) રમીલાબેન કાંતિલાલ બારીયા ઉ.વ.46 રહે. ઉતાવલી ( 5) હીનાબેન વિજયભાઇ માછી ઉ.વ.33 ના ઓનુ રાજપીપળા ના કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ મરણ પણ બતાવવામાં આવ્યા નથી.

નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના ખરા આંકડા અને મોત ના આંકડા નો સંતાકુકડી નો ખેલ ખેલાઇ રહ્યો છે , પરંતુ આવુ કેમ. ?? થઇ રહયુ છે એ છેલ્લા એક વર્ષથી સમજાતુ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here