રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટીના વ્યાજખોર ની જોહુકમી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મહિલાનો સ્કૂટર ગીરવે રાખી તેની પાસેથી ઊંચા વ્યાજની માંગણી કરતા મહિલાએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરતા ચકચાર

રૂપિયા 25,000 વ્યાજે લીધા 21,500 નું વ્યાજ ચૂકવ્યો વધુ 25000 રૂપિયા વ્યાજ પેટે માંગતા મહિલા મુંજવણ માં મૂકાતા પોલીસના શરણે

વ્યાજની બદી એક સામાજિક દુષણ બનતું જઈ રહ્યું છે, અનેક પરિવારો વ્યાજના ભરડામાં હોમાતા જાય છે ઉંચાવ્યાજે નાણા ધીરધાર કરવાનો ધંધો પણ પૂરપાટ ઝડપે વધતો જતો હોય ને પોલીસે ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કરનારાઓ સામે લાલા કરી છે, તેમ છતાં પણ લોકો ઉંચા વ્યાજ ના ચક્કરમાં અનેક લોકો સપડાતા જતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવતા જ હોય છે નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે ની રાજેન્દ્ર સોસાયટીમાં રહેતા એક ઈસમે એક મહિલાનો સ્કૂટર ગીરવે મૂકી તેની પાસેથી ઊંચા વ્યાજની માંગણી કરતા મહિલાએ નર્મદા જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી વ્યાજખોર ઈસમ દ્વારા તેણીનું શોષણ કરવામા આવતું હોવાની લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળા ની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા ખુશાલભાઈ ભાલાણી નામના ઈસમ પાસેથી મન્સૂરી ફરજાના અરબાઝભાઈ રહેવાસી કસ્બાવાડ, રાજપીપળા નાઓ ની એ પોતાની માલિકીનો સ્કૂટર ગીરવે મૂકી રૂપિયા 25000 રોકડા લીધા હતા, અને આ નાણાંના અવેજમાં પોતાની માલિકી નું સ્કૂટર ગીરવે મૂક્યું હતું. અને કોઈ પણ પ્રકારનો વ્યાજ આપવાનું છે એ વાત જેતે સમયે નક્કી થઇ નહોતી , નાણાં લેનાર મહિલા જ્યારે પોતાનું સ્કૂટર પરત લેવા માટે ગઈ ત્યારે ખુશાલભાઈ ભાલાણીએ તેની પાસે થી રૂપિયા 25000 ઉપરાંત 21,5 00 વ્યાજની રકમ લીધી તેમ છતાં પણ આ મહિલાને તેણીનું સ્કુટર પરત ના આપતા તેણી પાસે વધુ 25000 રૂપિયા વ્યાજ પેટે ની માંગણી કરતા માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં રૂપિયા 46,500 ની વ્યાજ પેટે ની માંગણી ખુશાલ ભાલાની એ કરતા આ મહિલાએ નર્મદા જિલ્લા પોલીસ વડા ની કચેરીમાં લેખિત ફરિયાદ કરી પોતાની આપવીતી જણાવતા પોલીસે આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here