છોટાઉદેપુર : જિલ્લા તથા તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપાયા

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરનારા૨ શિક્ષકોને જિલ્લા કક્ષાએઅને ૭ શિક્ષકોને તાલુકા કક્ષાએ જિલ્લા પસંદગી સમિતિ દ્વારા પસંદ કરીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક૨૦૨૩થી સન્માનિત કરવામાં આવ્યા
આ પારિતોષિકમાં છોટાઉદેપુરનાં જેતપુર પાવી તાલુકાનાં ચુડેલ પ્રાથમિક શાળાનાં પ્રાથમિક શિક્ષક રાઢ્યા મહેરાભાઈ ચંદુભાઈને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયા છે. તથા નસવાડી તાલુકાનાંસેંગપુર પ્રાથમિક શાળાનાં HTAT આચાર્ય ડાભી મીરાબેન છગનલાલને જિલ્લા કક્ષામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિકથી સન્માનિત કરાયા. આઉપરાંત તાલુકા કક્ષાએ છોટાઉદેપુનાં ચોટારા ચેતન કેશવજી અને મકરાણી ગુલામફરીદ ગુલામમુફા, બોડેલી તાલુકાનાં રાઠવા ઉદયસિંહ રતનસિહ, ક્વાંટ તાલુકાનાં ચૌહાણ ઈશ્વરસિંહ બાલુસિંહ અને પટેલ શિલ્પાબેન સુમનભાઈ નસવાડી તાલુકાના ગોસાઈકિંજલબેન ડાહ્યાભાઈઅને બાગુલદિપીકાબેન એકનાથભાઈને તાલુકા ક્ક્ષાના શ્રેષ્ઠપારિતોષિક ૨૦૨૩થી સન્માનિત કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here