રાજપીપળા જિલ્લા જેલમા સ્થાપના કરેલ ગણપતિ દાદાની આરતીનો પત્રકાર દંપતીએ લ્હાવો લીધો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આ પર્વમાં સહભાગી થયેલ તમામ પત્રકારોનું જેલ અધિક્ષક આર.બી. મકવાણાએ પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું

પવિત્ર શ્રાવણ માસની વિદાય બાદ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેત્સોવનો શુભારંભ થયો હતો રાજ્યભરમાં વિઘ્નહર્તાની ભક્તિના રંગે ભક્તો રંગાયા છે ઠેર ઠેર પૂજન અર્જન મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ભાવિકો દુધાળા દેવને રીજવવા સંતવાણી અન્નકૂટો સહિતના કાર્યક્રમો કરી રહ્યા છે.
રાજપીપળા શહેરમાં દર વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અનેક સ્થળો પર ગણેશજીની પ્રતિમાનું સ્થાપના કરી અને પૂજા અર્ચના કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ રાજપીપળા શહેરમાં પણ રંગે ચંગે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજપીપળા જિલ્લા જેલમાં પણ દર વર્ષની જેમ ગણેશજીની સ્થાપના કરી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ગણેશ ઉત્સવ નિમિત્તે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ દ્વારા આ ઉત્સવ અંગેનું સુંદર આયોજન કરવામાં આવે છે,ગણેશ ઉત્સવ નિમિત્તે ખાસ જેલમાં પ્રતિદિન પૂજા અર્ચના બાદ પ્રસાદીનું ખાસ આયોજન કરવામાં આવે છે, અને દસ દિવસનાં આતિથ્ય માણવા આવેલા દુંદાળા દેવ ગણેશજીની આરતી માટે દરરોજ નવા નવા મહાનુભવો આવતા હોય છે. ત્યારે, સોમવાર અને સ્થાપનાનાં સાતમા દિવસે જેલ અધિક્ષક આર.બી. મકવાણાના આમંત્રણને માન આપી જાણીતા પત્રકાર ભરત શાહ અને તેમના ધર્મપત્ની જાગૃતિબેન શાહના હસ્તે આરતી કરવામાં આવી હતી.તેમની સાથે અન્ય પત્રકાર મિત્રોમાં વહાબ શેખ, વિજયસિંહ વાંસિયા, અને ધવલ તડવી ઉપસ્થિત રહી આં પર્વમાં સહભાગી થયા હતા તથા જેલ અધિક્ષક આર.બી.મકવાણા અને અન્ય કર્મચારીઓ એ પધારેલા પત્રકારોનુ પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું. જેલમાં રહેલા બંદીવાન ભાઈઓમાં ધાર્મિકતા કેળવાય અને ભાઈચારો વધે તેવા હેતુથી ખાસ રાજપીપળા જિલ્લા જેલમાં દરેક ધર્મના પર્વો સાથે અવાર નવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન જેલ અધિક્ષક તરફથી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here