વડાપ્રધાન મોદીનાં “મન કી બાત” નો 105 મોં કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

G 20 na સફળ આયોજન અને ચન્દ્ર યાન નુ ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ નો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદી

જીવન માં પુસ્તકો નુ અનેરૂ મહત્વ હોય વાંચન ની રુચિ દાખવવા દેશ વાસીઓ ને શીખ આપતા વડાપ્રધાન

સ્વરછતા ની સાચી કાર્યાંજલી જ મહાત્મા ગાંધી ને સાચી શ્રદ્ધાંજલિ – વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ નો 105 મો કાર્યક્ર્મ ટી.વી. અને રેડિયો ઉપર પ્રસારણ થતાં નર્મદા જીલ્લા માં ભારતિય જનતા પાર્ટી ના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાન સહિત આમ જનતા એ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આજના આ કાર્યક્રમ માં પ્રધાનમંત્રીએ ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને દિલ્લીમાં જી-૨૦ના સફળ આયોજન ના ઉલ્લેખ સાથે કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પર્યટન દિવસ’ છે. અને પર્યટનનું એક મોટું પાસું ‘રોજગાર’ સાથે જોડાયેલું છે. તેમ તેમને જણાવ્યું હતું તેઓ એ નૈનીતાલ જિલ્લાના કેટલાક યુવાનોએ બાળકો માટે અનોખી ઘોડા લાઇબ્રેરી શરૂ કરી છે.આ લાઇબ્રેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે દુર્ગમમાં દુર્ગમ વિસ્તારોમાં પણ તેના દ્વારા બાળકો સુધી પુસ્તકો પહોંચી રહ્યાં છે અને એટલું જ નહીં, આ સેવા, બિલકુલ નિઃશુલ્ક છે. ની વાત કરી હતી, આજનો સમય ડિજિટલ ટૅક્નૉલૉજી અને ઇ-બુક્સનો છે, તેમ છતાં આ પુસ્તકો, આપણા જીવનમાં એક સારા મિત્રની ભૂમિકા નિભાવે છે જેથી બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ. ની વાત કરી હતી.

આશય અટલ હોય અને કંઈક શીખવાની લગન હોય તો, કોઈ કામ, મુશ્કેલ રહેતું નથી.તેમ એક દ્રષ્ટાંત સાથે જણાવ્યું હતું. વધુ માં વધુ માં ‘મન કી બાત’ના માધ્યમથી બધા દેશવાસીઓને એક અનુરોધપણ કર્યો હતો કે ૧ ઑક્ટોબર અર્થાત્ રવિવારની સવારે દસ વાગે સ્વચ્છતા પર એક મોટું આયોજન થવા જઈ રહ્યું છે. તેમાં તમે પણ તમારો સમય કાઢીને સ્વચ્છતા સાથે જોડાયેલા આ અભિયાનમાં તમારો સહકાર આપો. તમે તમારી ગલી, આડોશ-પડોશ, પાર્ક, નદી, સરોવર કે પછી બીજા કોઈ સાર્વજનિક સ્થળ પર આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ શકો છો અને જ્યાં-જ્યાં અમૃત સરોવર બન્યાં છે ત્યાં તો સ્વચ્છતા અવશ્ય કરવાની છે. સ્વચ્છતાની આ કાર્યાંજલી જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલી હશે. વડાપ્રધાને ફરી ફરીનેદેશ વાસીઓ ને યાદ અપાવ્યું હતું કે આ ગાંધી જયંતિના અવસરે ખાદીનું કોઈ ને કોઈ ઉત્પાદન જરૂર ખરીદો.

છેલ્લે વડાપ્રધાને જણાવ્યું હતું કે “મન કી બાત’ માં હવે જ્યારે બીજી વાર તમને મળીશ તો નવરાત્રિ અને દશેરા વિતી ચૂક્યાં હશે. તહેવારોની આ ઋતુમાં તમે પણ પૂરા ઉત્સાહથી પ્રત્યેક પર્વ મનાવો, તમારા પરિવારમાં ખુશી રહે, મારી આ જ કામના છે. આ પર્વોની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી સાથે ફરી મુલાકાત થશે, બીજા પણ કેટલાક નવા વિષયો સાથે, દેશવાસીઓની નવી સફળતાઓની સાથે. તમે, તમારો સંદેશ મને જરૂર મોકલતા રહો, પોતાના અનુભવો શૅર કરવાનું ન ભૂલતા હું પ્રતીક્ષા કરીશ નું જણાવી વડાપ્રધાન મોદી એ મન કી બાત નું સમાપન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here