રાજપીપળા નગરમા મોડી સાંજે ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વાતાવરણમા ઠંડક પ્રસરતા અસહ્યગરમી ઉકાળાટથી લોકોએ થોડીક રાહત અનુભવી

પવન સાથે વરસાદ વરસતા કેરીના પાકને નુકશાન થવાની ભીતિથી ખેડુતોમા ચિંતા

રાજપીપળા નગર સહિત આસપાસ ના વિસ્તારમાં આજરોજ મોડી સાંજે ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેથી ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

રાજપીપળા નગરમા આજરોજ મોડી સાંજે પાંચ વાગ્યાના સુમારે આકાશ મા કાળા ઢીબબ વાદળો છવાયા હતા અને ભારે પવન ફુંકાયો હતો અને જોતજોતામાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી ઉકાળાટ નો અનુભવ કરતા લોકો એ વરસાદ પડતા ગરમી માં રાહત મેળવી હતી, જયારે ખેડુતો કમોસમી વરસાદ પડ્યો હોવાના કારણે ચિંતાતુર થયા હતા, પવન સાથે વરસાદ વરસતા કેરી ના પાક ને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.આ ઉપરાંત અન્ય ખેતી ના પાક ને નુકશાન થવાની ભીતિ થી ખેડુતો ચિંતાતુર થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here