ભરૂચ જીલ્લાને વિશ્રવ કક્ષા એ આગવી ઓળખ અપાવનારા ગોલ્ડન બ્રીજની 140 મી વર્ષગાંઠ

ભરૂચ, આશિક પઠાણ (નર્મદા) :-

1877 મા પુલ બનાવવા ની શરૂઆત થઇ 16 મે 1881 મા પુલ પરથી અવરજવર શરુ થઇ

ઓદ્યોગિક નગરી અંકલેશ્વરને ભરુચ સાથે જોડતો પુલ નોકરિયાતો રીક્ષા ચાલકો અને વિદ્યાર્થી ઓ માટે આશીર્વાદ રૂપ

નર્મદા નદી ઉપર વસેલા ભરુચ જીલ્લાવાસીઓ ને માટે એક આગવી અને ઐતિહાસિક કહેવાય એવી ઓળખરુપ બનેલ નર્મદા નદી ઉપર નો ભરુચ અને અંકલેશ્વર ને જોડતો ગોલ્ડન બ્રીજ આજે તેની 140 મી જન્મજયંતિ ની ઉજવણી કરી રહયુ છે ત્યારે આ ગોલ્ડન બ્રીજ ની કેટલીક અનેરી વાતો જાણવા જેવી છે.

નર્મદા નદી ઉપર ભરુચ પાસે 140 વર્ષો થી અડીખમ ઉભા રહેલા ગોલ્ડન બ્રીજ ની સ્થાપના ને આજે 139 વર્ષો પુર્ણ થયા છે, સોના ના પુલ તરીકે ની ઓળખ ધરાવતા આ પુલ બનાવવાની શરુઆત અંગ્રેજ શાસનકાળ મા ઇ. સ. 1877 મા 7 મી ડિસેમ્બર ના રોજ થઇ હતી. અંગ્રેજ શાસન કાળ મા ભરુચ બંદર ઉપર જહાજ આવતા હોય તેમા સામાન આવતા તેમજ ભારત માથી બ્રિટન તરફ સામાન ના પરિવહન માટે આ બ્રીજશનુભાઇ નિર્માણ શરુ કરાયું હતું જે 16 મે 1881 ના રોજ પુલ સંપુર્ણપણે બની જતા પુલ ઉપર થી ધમધમાટ શરૂ થયો હતો.

અંગ્રેજ હુક્મરાન સર જ્હોન હોકસોની એ આ બ્રીજ ની રુપરેખા તૈયાર કરી હતી એ મુજબ તેનુ કામકાજ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર પુલ પોલાદ માથી એટલે કે લોખંડ માથી બનાવવામા આવેલ છે, આ પુલ ની ખાસ ખાસિયત એ છે કે તેના નિર્માણ મા દરેક જગ્યા એ રિવેટ જોઇન્ટ નો ઉપયોગ કરાયો છે જે એ સમય ની ટેકનોલોજી ને બેનમુન બનાવે છે. 1.25 કી.મી. લાંબા આ પુલ ઉપર થી હાલ લાઇટ વહિકલો માટે વાહનવ્યવહાર ચાલુ રખાયેલ છે. ભારે વાહનો માટે પુલ ઉપર થી અવરજવર સંપુર્ણ પણે બંધ કરવામાં આવેલ છે. એક સમયે નેશનલ હાઈવે નં 8 નો તમામ વાહનવ્યવહાર આ પુલ ઉપર થી જ થતો પરંતુ પુલ ને 100 વર્ષ જુનો થતા વાહનવ્યવહાર ભારે વાહનો માટે પુલ ઉપર થી બંધ કરવામાં આવેલ છે.

માત્ર રુપિયા 45.65 લાખ માજ બનેલા પુલ ને 2012 મા કલર કરવાનો ખર્ચ રુપિયા 2.5 કરોડ !!!

નર્મદા નદી ઉપર બનાવેલ ગોલ્ડન બ્રીજ જયારે તેનુ નિર્માણ થયું ત્યારે તેને બનાવવા માટે નો ખર્ચ અંગ્રેજ શાસન ને 45.65 લાખ જેટલો થયો હતો. સંપુર્ણપણે લોખંડ માથી બનાવવા મા આવેલ પુલ આજે હજારો કરોડ રુપિયા નાખતાં પણ આજ રીતે બનાવવું મુશ્કેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર લાખો ના ખર્ચે બનાવવામા આવેલ પુલ ને વર્ષ 2012 મા જયારે રંગરોગાન કરાયો ત્યારે તેનો ખર્ચ રુપિયા 2.5 કરોડ ( અઢી કરોડ ) નો થયો હતો !!

આ બ્રીજ હાલ રોજગારી મેળવવા માટે અંકલેશ્વરમાં જતા લોકો માટે , રીક્ષા ચાલકો માટે અને અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થી ઓ માટે આશીર્વાદ રૂપ છે. અંકલેશ્વર તરફ થી ભરુચ અને ભરુચ તરફ થી અંકલેશ્વર તરફ જવા માટે નો શોર્ટકટ માર્ગ હોય આ પુલ નો અવરજવર માટે નાનાં વાહનો મોટા પ્રમાણ મા ઉપયોગ કરે છે.

બીજા વિશ્વયુધ્ધ વખતે બ્રીજ ને તોડવાનો કારસો રચાયો

બીજા વિશ્વયુધ્ધ વખતે નર્મદા નદી ઉપર બનાવેલ ગોલ્ડન બ્રીજ ને તોડવાનો કારસો રચાયો હતો !

હા બીજા વિશ્વયુધ્ધ વખતે યુધ્ધ ના વાદળો ચારેકોર મંડળાયેલા હોય ને આર્થિક તંગી ભોગવતા બ્રિટીશરો નીજ હકૂમત ભારતમાં હોયને બ્રીજ તોડફોડ કરી તેનું લોખંડ વેચી નાણાં ઉપજાવવા નો મનસૂબો અંગ્રેજો એ દાખવયો હતો. અને બ્રીજ તોડવાના ચક્રો ગતિમાન કર્યા હતા , પરંતુ એ સમયે દક્ષિણ ગુજરાત ને જોડતો એકમાત્ર પુલ હોય તેને તોડવાનો જીલ્લા બોર્ડ સહિત સ્થાનિક લોકો એ વિરોધ દરશાવયો હતો.

વિરોધ ના પગલે બ્રીજ તોડફોડ કરી તેનું લોખંડ વેચી નાણાં ઉપજાવવા નો અંગ્રેજો નો મનસૂબો પાર પડયો નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here