નર્મદા જીલ્લામા આરોગ્યની કથળેલી હાલતના સાંસદ મનસુખ વસાવાના આરોપો બાદ રાજરમત શરુ

રાજપીપળા,(નર્મદા) આઆશિક પઠાણ :-

નર્મદા કોંગ્રેસ અગ્રણી જીલ્લા પંચાયત ના માજી સદસય બળવંતસિંહ ગોહિલનો આદિવાસી વિસ્તારો માથી થતી આવક આદિવાસી વિસ્તારોમાં જ વાપરવા કલેક્ટર ને આવેદનપત્ર — વડાપ્રધાન ને પણ રજુઆત

નર્મદા જીલ્લા ને ભલે કેન્દ્ર સરકાર દ્વારા એસપીરેશનલ ડિસ્ટ્રીકટ જાહેર કરાયેલ હોય પરંતુ જીલ્લા ના આદિવાસીઓ કફોડી હાલત મા જીવન જીવવા મજબૂર છે, ધણા વિસ્તારમાં પાયા ની મુળભુત સુવિધાઓ નો આજે પણ અભાવ છે ત્યારે હાલ કોરોના ની મહામારી નર્મદા જીલ્લા ના આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણ મા ફેલાતા આદિવાસીઓ મોત ને ભેટતા નર્મદા જીલ્લા કોંગ્રેસ  ના અગ્રણી અને જીલ્લા પંચાયત ના પુર્વ સદસય બળવંતસિંહ ગોહિલ દ્વારા સરકાર ઉપર આદિવાસી વિસ્તારોમાં વિકાસ કરવામાં આવ્યો નથીં નો ગંભીર આરોપ લગાવી નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપી તેની જાણ મુખ્યમંત્રી વડાપ્રધાન ને પણ કરાતાં નર્મદા જીલ્લા મા હવે આદિવાસી ઓના નામે રાજકારણ ગરમાય તો નવાઈ નહીં.

નર્મદા જીલ્લા પંચાયત ના પૂર્વ સદસય બળવંતસિંહ ગોહિલે કલેક્ટર ને ઉદ્દેશી લખેલા આવેદનપત્ર મા જણાવ્યું છે કે નર્મદા જિલ્લો ૧૦૦ ટકા ટ્રાયબલ વસ્તી ધરાવતો જીલ્લો છે નર્મદા જિલ્લા માં સૌથી મોટી ૨ સિંચાઇ માટે ની યોજનાઓ આવેલી છે.(૧)કરજણ ડેમ (૨) નર્મદા ડેમ જે સરદાર સરોવર નાં નામે ઓળખાય છે.તેમજ થોડાં સમય પહેલાં જ આ સરદાર સરોવર મુકામે સરકાર દ્વારા વિશ્વમાં સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું એ ખુબજ સુંદર કામ કર્યું છે. પરંતુ આ સરદાર સરોવર યોજના માં થી વીજળી,પાણી,ની થતી કરોડો રૂપિયા ની આવક ગુજરાત સરકાર ને થાય છે.તે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાં આવતાં પ્રવાસીઓ પાસે કરોડો રૂપિયા ની આવક ઊભી કરવામાં આવે છે. આ સિવાય નર્મદા યોજના તેમજ કરજણ યોજના માં થી વીજળી તેમજ પાણી દેશ નાં અન્ય રાજ્યોમાં પહોંચાડવા માં આવે છે.અને એમાંથી પણ કરોડો રૂપિયા ની આવક ઊભી કરવામાં આવે છે. આ ઉપરાંત નર્મદા જિલ્લો ડુંગરાળ વિસ્તારમાં હોવાથી ખાણ-ખનીજ માં થી સોનાની ખાણ જેવી આવક ઊભી કરવામાં આવે છે.

આમ ઉપરોકત બધી આવક આદિવાસી વિસ્તાર માં થી ઉભી કરવામાં આવે છે પરંતુ આ આદિવાસી વિસ્તાર માં સુવિધા નાં નામે મીંડું છે . આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં સરકાર તદ્દ્ન નિષ્ફળ પૂરવાર થઈ છે આદિવાસીઓ રોજગારી અને સુવિધાઓ માટે રજૂઆત અને માંગણીઓ કરે છે તો તેમની સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે.હાલ માં છેલ્લાં દોઢેક વર્ષ થી કોરોના મહામારી નાં સમય માં હોસ્પિટલો તેમજ હોસ્પિટલ માં ઓક્સિજન, વેન્ટિલેટર, નિષ્ણાત ડોક્ટરો, વેન્ટિલેટર નાં ઓપરેટરો, પેરા મેડિકલ સ્ટાફ,તેમજ અન્ય સ્ટાફ નાં અભાવે હજારો આદિવાસીઓનાં મ્રૃત્યુ થયાં છે પરંતુ સરકારશ્રી સાચાં આંકડાઓ છુપાવે છે અને આદિવાસીઓને પોતાનાં સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે.આ બધો અન્યાય ગરીબ આદિવાસીઓ મુંગા મોઢે સહન કરી રહી છે આ બાબતે ભરૂચ નાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ પણ ધણીવાર અવાજ ઉઠાવ્યો છે પરંતુ સરકારશ્રી આ તમામ બાબતો પર વિચારણા કરવામાં નિષ્ફળ પૂરવાર થઈ છે આમ વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવવા માટે આદિવાસીઓએ જમીન ગુમાવી છે આમ આદિવાસીઓ ની જમીન નાં ભોગે અરબો રૂપિયા ની કમાણી સરકાર કરે છે પરંતુ સરકારશ્રી તરફથી આદિવાસીઓ માટે વસ્તી નાં ધોરણે કોઇપણ સુવિધાઓ આપવામાં આવતી નથી જો આમ હવે પછી આમ ને આમ આ ગરીબ આદિવાસીઓ સાથે અન્યાય કરવામાં આવશે અને કોરોના મહામારી માટે સરકાર તરફથી વિશેષ પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નહિ આવે તો નાં છુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે આમ છતાં પણ જો સરકાર ઊંઘતી રહેશે અને આદિવાસીઓ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરશે તો ઉગ્ર આંદોલન નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે.
આમ જીલ્લા કલેક્ટર શ્રી ને નમ્રતા પૂર્વક વિનંતી છે કે અમારી માંગણી મુજબ ની ગરીબ આદિવાસીઓ માટે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને જરૂરી પૂરતી સુવિધાઓ ફ્રી પૂરતી આપી ગરીબ આદિવાસીઓ નાં રોજેરોજ થતાં મ્રૃત્યૂ રોકવા નાં પ્રયત્નો કરવાંની નમ્રતા પૂર્વક અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here