રાજપીપળા ખાતેની બેંક ઓફ ઇન્ડિયા લોક જાગૃતિ તો કેળવે છે પણ સ્ટાફ ભરતી ક્યારે કરશે..???

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ની બ્રાન્ચ માં અપુરતા સ્ટાફ થી ધિરાણ સહિતને કામગીરીઓમાં થતો ભારે વિલંબ

હજારો ગ્રાહકો ને બેન્ક માં ગણ્યો ગાંઠયો જ સ્ટાફ હોય કામગીરીઓ માં થતાં વિલંબ થી નારાજ

રોજબરોજના નાણાકીય વ્યવહારો માટે બેન્કોનો અનેરો મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, સરકાર તરફથી ઉપલબ્ધ તમામ પ્રકારની સહાયો આવે ડાયરેક્ટ ગ્રાહકોના બેંક ખાતાઓમાં જમા થાય છે લોકો માં બેન્કો ના માધ્યમ થકી નાણાકીય લેવડ દેવળ કરવાનો ચલણ પણ વધી ગયો છે, ત્યારે ગ્રાહકો ને પુરતી સુવિધાઓ બેન્કો એ પ્રદાન કરવી જોઈએ, પુરતા સ્ટાફ રાખી ગ્રાહકો ને કોઈ તકલીફ ના પડે તેવી કાળજી પણ બેન્કો એ ખાસ રાખવી જોઈએ, પરંતું બેન્કો અપુરતા સ્ટાફ ને લીધે સુવયવસ્થીત કામગિરી કરી શક્તી નથી.

રાજપીપળા ખાતે ની બેન્ક ઓફ ઇન્ડિયા ની પણ કાઈક આવીજ હાલત જોવા મળી રહી છે, તાજેતરમાંજ બેન્ક ઓફ ઇન્ડિયા એ ગ્રાહકો ની જાગૃતિ માટે બેન્ક ઓફ યુનિયન સાથે મળી ને એક જાગૃતિ રેલી કાઢી, નર્મદા જીલ્લા ના રાજપીપળા પાસે ના વાવડી ગામે શેમીનાર પણ યોજ્યો પરંતું બેન્ક પોતે કેટલી જાગૃત થઇ??? એ પ્રશ્ર્ન ઉભો થઇ રહ્યો છે. અને આ પ્રશ્ન ઉભો થાય છે બેન્ક ના અપુરતા સ્ટાફ ને લીધે.

રાજપીપળા ની બેન્ક ઓફ ઇન્ડિયા ની બ્રાંચ માં અપુરતો સ્ટાફ હોય ને કામગીરી ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે,બેન્ક માં ધિરાણ ઓફીસર ની પોસ્ટ જ ખાલી પડેલી છે બેન્ક મેનેજરે જાતે આ કામગીરી કરવી પડતી હોય છે, કામગિરી ના ભારણ થી લોન મેળવવા માટે આવતા અરજદારો, લોન મેળવવા થી વંચિત રહી જતાં હોય છે, નિર્ધારિત સમયમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાતા નથી, સરકાર ની લોકો ને પગભર કરવા માંટે ધંધા રોજગાર માટે નાણાં ધિરાણ કરવા માટે ની બેન્કો ને સ્પષ્ટ સૂચના છતાં પણ અપુરતા સ્ટાફ ને લીધે લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાતા નથી.

જીલ્લા ઉધોગ કેન્દ્ર નર્મદા લોનો અરજદારો ને આપવા ભલામણ કરતું હોય છે, સખીમંડળો, સહિત આદીજાતિઓ પણ લોનો મેળવવા માટે અરજીઓ કરતા હોય છે બેન્ક મેનેજર ની ઇચ્છા તો ધિરાણ કરવા માટે ની હોય પણ અપુરતો સ્ટાફ બાધા રૂપ નીવડતા કામગીરી થતી નથી. સેંકડો ધિરાણ માટે ની અરજીઓ બેન્ક માં પેન્ડિંગ પડેલી છે, આનો નિકાલ ક્યારે થશે???આ મામલે લોકો માં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.

તાજેતર માંજ બેન્ક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ અભિયાન યોજાયો જેમાં રેલી કાઢવામાં આવી, શિબિર યોજવામાં આવ્યો ત્યારે બેન્ક ઓફ ઈન્ડિયા ના સુરત ખાતે ના રિજિયોનલ મેનેજર રાવલ આવ્યા હતા ત્યારે તેઓ ને બેન્ક માં અપુરતા સ્ટાફ અંગે પત્રકારો એ જાણ પણ કરી હતી , તેઓએ હૈયા ધરપત આપી હતી પણ હજી સુધી સ્ટાફ ની નિયુક્તિ કરવામાં આવી નથી!!!

આ બાબત ને ખાસ પ્રાધાન્ય આપી બેન્ક ઓફ ઇન્ડિયા મા પુરતા સ્ટાફ ની નિયુક્તિ કરવામાં આવે એ ખુબજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here