રાજપીપળા સીટી સર્વેની કચેરી કે ભંગારીનું ગોડાઉન..!!? લોકોમાં થતી ચર્ચાઓ….

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સીટી સર્વેની કચેરીમાં રજવાડા સમયના રેકોર્ડ સહિત અન્ય રેકોર્ડના ઠેર ઠેર ઢગલા

મિલકતોના રેકોર્ડ નર્મદા જિલ્લામાં ફક્ત આ જ કચેરીમાં ઉપલબ્ધ છતાં પણ રેકોર્ડ ની કોઈજ જાળવણી કેમ નહીં ???

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતેની સીટી સર્વેની કચેરી રાજા રજવાડા સમયના મિલકતોના તમામ રેકોર્ડો ધરાવતી એ સહિત જિલ્લાભરની તમામ મિલકતો ના રેકોર્ડ ધરાવતી એકમાત્ર કચેરી હોવા છતાં આ કચેરી ભંગારી નો ગોડાઉન હોય એવા એના હાલ થયા છે કચેરીમાં ઠેર ઠેર ફાઇલોના ઢગલા જેમતેમ પથરાયેલા નજરે પડી રહ્યા છે ત્યારે આ કચેરીની દુરદર્શન માટે જવાબદાર કોણ શું આ કચેરી માં ઓછી જગ્યાના અભાવે રેકોર્ડની જાળવણી અશક્ય બની છે કે કોઈ અન્ય કારણ ???

રાજપીપળા ખાતેની સીટી સર્વે ની કચેરી માં ઠેર ઠેર ટેબલોની નીચે કબાટોની ઉપર ઘોડાઓ ઉપર ફાઈલોના ઢગલા જેમ તેમ પડેલા જોવા મળી રહ્યા છે. રાજા રજવાડા સમયના રેકોર્ડ ધરાવતી રાજપીપળા ખાતેની સીટી સર્વેની કચેરી માં તમામ મિલકતોના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે, અને માત્ર આ એક જ કચેરી છે કે જેમાં મિલકતોના રેકોર્ડ ની માહિતી ઉપલબ્ધ થતી હોય. અન્ય કોઈ કચેરીમાં મિલકતોને લગતી માહિતી ઉપલબ્ધ થતી નથી તેમ છતાં પણ આ કચેરીની દુર્દશા આંખે ઉડીને વળગે એવી આ તસવીરોમાં દ્રશ્યમાન થઈ રહી છે.

પ્રથમ દ્રષ્ટિએ જ કચેરીમાં નજર પડે તો જ્યાં સ્ટાફ બેસે છે એ જ રૂમમાં જુના રીસર્વે ની કામગીરી ના એકત્રીકરણ નવા રી સર્વેના રેકોર્ડ થયા એ રેકોર્ડ રાખવા માટે માત્ર એક જ રૂમ ફાળવાયેલ છે!!! કર્મચારીઓના ટેબલો ના નીચે પણ ફાઈલોના ઢગલા જોવા મળી રહયા છે, દરેક સર્વે નંબરની ફાઈલ નિભાવવામાં આ કચેરી દ્વારા જ આવતી હોય છે મિલકતોના જે દસ્તાવેજો થાય છે એ દસ્તાવેજો લગભગ 10 થી 15 પાનાઓ જેટલા હોય છે આ બધી ફાઈલો ભેગી થતા કચેરીમાં ફાઈલોના ઢગલા થયા હોય એ સ્વાભાવિક માની શકાય તેમ છે. પરંતું તેની સુવ્યવસ્થિત જાળવણી કેમ નથી???

તો શું સીટી સર્વેની કચેરી પાસે જગ્યા નો અભાવ છે?? જગ્યાના અભાવના કારણે એક જ રૂમમાં ફાઈલોના ભંગારી અને કબાડી ની દુકાનની જેમ ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે ??? માત્ર એક જ રૂમમાં ચાલતી સીટી સર્વેની કચેરી પ્રોપર્ટી કાર્ડ સહિત નકશાઓ, એસ આઈ ફાઈલ, સેલ્ફ ઇન્ડેક્સ ફાઈલ, દસ્તાવેજો સહિતના વિવિધ જરૂરી ડોક્યુમેન્ટો ની જાળવણી કરતી હોય છે. જો આ કચેરીને એક જ રૂમ ફાળવવામાં આવ્યો હોય તો રેકોર્ડ ની જાળવણી માટે આ કચેરીને રેકોડ રૂમ તરીકે પણ અન્ય રૂમ ફાળવવાની તાંતી જરૂર હાલના તબક્કે વર્તાઈ રહી છે.

સરકારના દાવાઓ છે કે તમામ પ્રકારની કચેરીઓની કામગીરીઓ કમ્પ્યુટરાઇઝડ કરવામાં આવી છે, પરંતુ આ કચેરી માં માત્ર પ્રોપર્ટી કાર્ડ જ કમ્પ્યુટરાઇઝડ થયા છે, અને જે દસ્તાવેજો આ કચેરી હસ્તક છે તે તમામ ફાઈલ સ્વરૂપે હોય દસ્તાવેજોની જાળવણી ખૂબ જ જરૂરી હોય તેમ જ કચેરી જે ભંગારીના ગોડાઉન સમી ભાસી રહી છે એ કચેરી એક સરકારી ઓફિસ તરીકે સુવ્યવસ્થિત લાગે એ રીતના વ્યવસ્થિત કરવાની પણ હાલ તાંતી જરૂર વર્તાઈ રહી છે, ત્યારે આ કચેરી ની આવી અવદશા જોઈને શું નર્મદા જિલ્લા કલેકટર આ કચેરી ની મુલાકાત લઈને નિદર્શન કરી આ બાબતે ઘટતી કાર્યવાહી કરશે ખરા ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here