રાજપીપળામા અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા ૧૭૮ દિવસથી જરૂરિયાતમંદોને અપાતું ભોજન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દહેગામ થી શૈક્ષણિક પ્રવાસે આવેલ બાળકો સહિત શિક્ષકો એ પ્રસાદી નો લાભ લીધો

રાજપીપળા નગરમા કલ્પેશભાઈ મહાજનના વિચારોનું સાકારરૂપ એટલે અન્નપૂર્ણા ફાઉન્ડેશન. રજવાડી નગરી નાંદોદ મધ્યે વિના મૂલ્યે અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા રોજ 300 ની આસપાસ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદી આપવામાં આવે છે.

રાજપીપળામાં દવાખાને સારવાર માટે એડમિટ થયેલ ગરીબ દર્દી અને સગાઓને પણ ભોજન સેવા આપવામાં આવે છે. વયસ્ક નાગરિકો કે જેમનું કોઈ નથી એવા બેસહારા લોકોને પણ વિનામૂલ્યે ભોજન સેવા પુરી પાડવામાં આવે છે.

આજે દહેગામ (ગાંધીનગર) થી શૈક્ષણિક પ્રવાસે આવેલ બાળકો અને શિક્ષકોને પણ ભોજન પ્રસાદીનો લાભ આપવામાં આવ્યો હતો.

અન્નપૂર્ણા ફાઉન્ડેશનમાં જનકભાઈ મોદી, નિલાંતભાઈ ભટ્ટ, ભદ્રેશભાઈ કાછીયા,રેખાબેન ભટ્ટ, રેખાબેન પટેલ, ભાવનાબેન, નિમિષાબેન,જાગુબેન, અને મિકિતા વસાવા
(કલમવાળીબાઈ) પોતાની ની:સ્વાર્થ સેવા આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here