મોરબીના ત્રાજપર ચોકડી ખાતે ટ્રાફિક સેન્સના અભાવના કારણે અવાર નવાર થતા ટ્રાફિકજામના દ્રશ્યો… અકસ્માતનો ગંભીર ભય

મોરબી, આરીફ દિવાન :-

પ્રજા ચિંતક નેતાઓ હાલ મોરબી શહેર જિલ્લામાં ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો આપી સતા પ્રાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ મોરબી શહેર જિલ્લાની સમસ્યાનો અંત લાવવામાં જાણે બહુ ઓછો રસ હોય તે રીતે સમસ્યા મતદાર પ્રજા માટે કાયમી શિરદર્દ સમા રહી હોય તેવા દ્રશ્ય અવાર નવાર સમસ્યાનું સ્વરૂપ મતદાન પ્રજાની દ્રષ્ટિએ જોખમી સ્વરૂપ ધારણ કરે છે જેમાં મોરબી શહેરના સતત રાત-દિવસ ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એવા ત્રાજ પર ચોકડી જ્યાં કચ્છ નેશનલ હાઈવે અને અમદાવાદ નેશનલ હાઇવે તરફ જવાનું મહત્વનો માર્ગ હોય જેથી સ્થાનિક અને બાર ગામ અને બહારના રાજ્યના નાના-મોટા વાહનો ની સતત અવરજવર હોય જેથી સતત ટ્રાફિક વાળો વિસ્તાર બન્યો છે જ્યાં ટ્રાફિક સેન્સનો સતત અભાવ રહ્યો હોય તે રીતે અવારનવાર લાંબી કતારો નાના મોટા વાહનો ની જોવા મળતી હોય છે જેથી રાહદારી અને અન્ય નાના વાહનોને અકસ્માત જનક થવાનો સતત ભય રહ્યો છે તંત્ર વાહકો પાસે આયોજનનો અભાવ હોય તેમ નાના વાહન ચાલકોને દંડ ફટકારીને કે ડારા ડફોરા આપી પરેશાન કરવામાં આવે છે જ્યારે અન્ય મોટા વાહનો આડેધડ ગમે ત્યારે વળાંક લેતા હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો શિરદર્દ સમાન બન્યા છે એવા સમયે ટ્રાફિક સેન્સનો સતત અભાવ હોય તેમ મોટા ભાગે સ્થાનિક મોરબીના વાહન ચાલકો રાહદારીઓ સહિત બહારથી પવન કરતા અન્ય વાહનચાલકો આ ટ્રાફિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે ત્યારે પ્રજા ચિંતક નેતાઓએ અને સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો સહિત ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પ્રજા ચિંતક સમસ્યાનો અંત લાવવા નો પ્રયાસ કરવો જોઈએ અને ખરા અર્થમાં સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેર જિલ્લામાં જિલ્લા કક્ષાની સુવિધા આપી મતદાર પ્રજાના સમસ્યાઓનો અંત લાવવો જોઈએ તે આજના આધુનિક ડિજિટલ યુગની લાગણી અને માંગણી છે માત્ર ડીજીટલ ગુજરાત કહેવાથી કે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાથી મોરબી સમસ્યા મુક્ત થઈ ગયું તેવું ચૂંટાયેલા નેતાઓએ માની ન લેવું જોઈએ વાસ્તવિકતામાં સ્વચ્છતાનો અભાવ છે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો ના દ્રશ્યો ટ્રાફિક સેન્સનો અભાવ અને ચૂંટાયેલા નેતાઓની પ્રજા ચિંતક કેવા છે તે સમસ્યાઓથી મતદાર પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે કે તકવાદી નેતાઓ એ ભૂલવું ન જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here