ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની હાજરીમાં છોટાઉદેપુર એસટી ડેપોમા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો શુભારંભ થયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ અને વડોદરા એસટી વિભાગના છોટાઉદેપુર એસટી ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો શુભારંભ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં થયો હતો. છોટાઉદેપુર એસટી ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન એટલે કે સફાઈ અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમની આજથી શરૂઆત કરવામાં આવી હતી.સાથે છોટાઉદેપુર એસટી ડેપો સહિત ગુજરાતના 125 ડેપોમાં આજથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ હતી. એસટી ડેપોમાં રોજે રોજ સ્વચ્છતા જળવાઈ સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાઈ જેના માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતથી માંડીને ગામડામાં રહેતા તમામ લોકોને અપીલ કરી હતી કે જ્યારે પણ મુસાફરી કરીએ એસટી બસમાં મુસાફરી કરીએ પ્રાઇવેટ વાહનો થી મુસાફરી કરીએ કે અન્ય કોઈ રીતે મુસાફરી કરીએ જ્યાં સ્વચ્છતા ની ચિંતા કરીએ તેના ભાગરૂપે તમામ ડેપો પર ડસ્ટબીન મૂકવામાં આવી છે. બસોની અંદર પણ દશમીન મૂકવામાં આવી છે. ધારાસભ્ય એ પ્રવાસીઓને આગ્રહ સાથે જણાવ્યું હતું કે જે પણ કચરો હોય તે ડસ્ટબીનમાં નાખે સ્વચ્છતા ની કાળજી રાખી અને જેનાંથી રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવીએ અને આપણે પોતે રોગમુક્ત બનીએ એમ તેઓએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, વડોદરા એસટી વિભાગના પરિવહન અધિકારી એમ કે ડામોર, છોટાઉદેપુર એસટી ડેપોના સિનિયર ડેપો મેનેજર જે આર બુચ, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત એસટી ડેપોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here