છોટાઉદેપુરના ઝોઝ પોલીસ મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ… મોરબી ખાતે પતિએ પત્નીનું દાતરડી વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

મરનાર પત્ની મૂળ રહેવાસી છોટાઉદેપુર તાલુકાના નવા ગામના વતની હોય મોરબી ખાતે મજૂરી કરતા હોય જેઓને ખાનગી વાહન ભાડે કરી છોટાઉદેપુર નવાગામ ખાતે મોકલી આપવામાં આવ્યા. પુત્ર એ પિતા વિરુદ્ધ તથા અન્ય એક ઈસમ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

છોટાઉદેપુર તાલુકાના નવાગામ ગામના નિશાળ ફળિયાના મૂળ રહેવાસી જીણકીબેન રેમલાભાઈ નાયકા ઉંમર વર્ષ 40
નું તા 8/11/2023 ના રોજ રાત્રીના 12:00 થી 12:30 વાગ્યાની આસપાસ ખાનપર, તા મોરબી ખાતે તેઓના પતિ રેમલાભાઈ દેશીંગભાઇ નાયકાએ કોઈ કારણોસર દાતરડી વડે હુમલો કરી લોહી લુહાણ કરી ઢીમ ઢાળી દીધું હતું. સમગ્ર ઘટનાથી છોટાઉદેપુર પંથકના ગામોમાં ભારે ખળભળાટ મચી ગયો છે
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના નવાગામ ના મૂળ રહેવાસી હસમુખભાઇ રેમલાભાઈ નાયકા એ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે અમો મજૂરી કામ અર્થે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા(આહીર) ખાનપર ગામ તાલુકો મોરબી જીલ્લો મોરબી ની વાડી ખાતે મજૂરી કામ અર્થે ગયા હતા ક્યાં અમારી માતા જીણકીબેન રેમલાભાઈ નાયકા અમારા પીતા રેમલાભાઈ દેશીંગભાઇ નાયકા નાની કમલી બેન બચલાભાઈ નાયકા, નાનાભાઈ સચિનભાઈ રેમલાભાઈ નાયકા, મારી પત્ની નીતાબેન હસમુખભાઇ નાયકાનાઓ સાથે જમી પરવારી મોરબી ખાતે રાજેશભાઇ લક્ષ્મણભાઇ ડાવેરા (આહીર) ની વાડીના ઝૂંપડામાં જ્યારે મારી પત્ની હું અને મારી નાની તથા નાનો ભાઈ ઝૂંપડાની બહાર અલગ અલગ પથારી કરીને સુતા હતા. તા 8/11/23 ના રાત્રીના 12:00 થી 12:30 વાગ્યાની આસપાસ મારી મમ્મીનો રડવાનો અવાજ આવતા મારા માતા પિતા ઊંઘતા હતા ત્યાં જઈને જોતા મારા પિતા રેમલાભાઈ દેસિંગભાઈ નાયકાએ દાંતરડી વડે મારી માતાના મોઢા ઉપર તથા માથાના ભાગે કોઈ કારણ સર મારતાં હતા. જેથી અમોએ મારા પિતાને ધક્કો મારી છોડાવ્યા હતા તથા મારી માતા જીણકી બેનને જોતા મોઢાના ભાગે તથા માથાના ભાગે લોહી લુહાણ હાલતમાં ખાટલામાંથી નીચે પડી ગયેલા હોય અને મારી માતાને ઇજાઓ થવાથી લોહી વહી જવાને કારણે સ્થળ ઉપરજ મરણ થઈ ગયું હોય જે ઘટનાની જાણ મારા નાના ભાઈ સચિનભાઈએ અમારા શેઠ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા ને કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને અમોને જણાવ્યું હતું કે હું તમને ગાડી કરી આપું છું અને તમે લાશને ગાડીમાં લઈ તમારા ગામ જતા રહો તેમ કહેતા અમે gj 36af 4700 ની સફેદ કલરની ertiga ગાડીમાં ભાડેથી કરી આપતા ગાડી ન ડ્રાઇવરસાથે અમને મોકલી આપ્યા હતા અને અમો સીધા જ્યોર્જ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા ત મરનાર માતાના પુત્ર પોલીસ ફરિયાદમાં જણાવ્યું
દાતરડી વડે માર મારી પોતાની પત્ની જીણકી બેનનું પતિ રેમલાભાઈ નાયકાએ કોઈ કારણોસર ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું આ અંગે જોજ પોલીસ મથકમાં રેમલાભાઈ દેશીંગભાઇ નાયકા તથા રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા વિરુદ્ધ પોલીસે ઇપી કો કલમ 302 તથા જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મોરબી ખાતે થયેલ મર્ડર કેસમાં મોરબી ખાતે કોઈ કાર્યવાહી ન થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે મૃતકની લાશને મોરબી થી કોઈપણ કાર્યવાહી કર્યા વગર છોટાઉદેપુર મોકલી આપવામાં આવી છે જે ભારે નવાઈ ભરી વાત છે આ અંગે ધનિષ્ઠ તપાસ થાય અને ખરેખર કયા કારણસર આ બનાવ બન્યો છે તેની પૂર્ણ તપાસ કરવામાં આવે તેમ પ્રજા ઇચ્છી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here