મોરબીના ચકમપર જીવાપર વચ્ચેની નદીનો માર્ગ ૨૦ થી ૨૫ દિવસથી બંધ ગ્રામ્યપંથકના રાહદારીઓને પસાર થવું બન્યું મુસીબતનું ધામ !!?

મોરબી,
આરીફ દીવાન

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોસમના આખરી રાઉન્ડ વરસાદમાં મોટાભાગના રોડ રસ્તા મોરબી પંથકમાં ભાંગીને ભૂકો થઇ ગયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાલા નદી હોકળા પણ નાબૂદ થતાં હોય તે રીતે મોરબી તાલુકાના જીવાપર ચકમપર નજીક પસાર થતી નદી ના માર્ગ પર વાહનચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓને પણ ત્યાંથી પસાર થવું કઠિન બન્યું છે જે અંગે ચકમપર ગામ પંચાયત દ્વારા લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી જીવાપર ચકમપર નજીકમાં આવેલ નદીનો માર્ગ ગ્રામ્ય વિસ્તારના લોકોને પસાર થવા માટે યોગ્ય કરી આપવા માટે રજૂઆત કરી છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ છેલ્લા ૨૦ થી ૨૫ દિવસ થી હોય છતાં તંત્ર વાહકો તે ગામ્ય વિસ્તારમાં ફર કિયા ના હોવાના કારણે મેડિકલ સારવાર લેવા માટે પણ ઇમરજન્સી 108 જેવી એમ્બ્યુલન્સને પસાર થવું જોખમી હોય તે રીતે તે જીવાપર ચકમપર પાસેની નદીનો માર્ગ તસવીરમાં નજરે પડે છે ત્યારે તંત્ર દ્વારા પ્રજાલક્ષી કાર્ય કરશે? કે પછી રાજકીય નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ માં વ્યસ્ત રહેશે તે તો આવનાર સમય છે હાલ મોરબી પંથકના ગ્રામ્ય વિસ્તારોનો માર્ગ જોખમી બનતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે તે વિકાસ લક્ષી સરકારના નેતાઓ એ ભૂલવુંના જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here