આજવા રોડની તકસ આંગણ સોસાયટીમાં બાળકો દ્વારા સમૂહ ડાન્સ !!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

વડોદરાના શહેર ના આજવા રોડની તકસ આંગણ સોસાયટીના રહીશો ધ્વારા દર વર્ષની જેમ શ્રઘ્ધા અને ભક્તિભાવ સાથે ગણેશ સ્થાપના કરેલ છે.ત્યારે રોજેરોજ ગણેશ આરતી બાદ નીત નવા કાર્યક્રમો કરી ભક્તિ સાથે સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરી મનોરંજન પણ લ્હાવો લઇ રહ્યા છે.
ભાદરવા ચોથ ના શુભ દિને દુંદાળા દેવ ભગવાન ગણેશ ની વાજતે ગાજતે ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરાયા બાદ તકસ આંગણ સોસાયટી ના રહીશો ધ્વારા રોજરોજ આરતી બાદ નિત નવા કાર્યક્રમો કરી ગણેશ પર્વ ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે.ત્યારે રાત્રીના સોસાયટી ના બાળકો ધ્વારા જુદીજુદી વેશ ભુષા ધારણ કરી મનમોહક સમૂહ ડાન્સ રજૂ કર્યું હતું.બાળકો ના અભિનય ના ઓજસ થી ઉપસ્થિતિ ના મન મોહી લીધા હતા. એ પહેલા સોસાયટી ના બાળકો ધ્વારા શિવ નાટક, રેડીમેડ ફેશન શો નું પણ સુંદર આયોજન કરાયું હતું.દર વર્ષ ની જેમ જ ચાલુ વર્ષે પણ ગણેશ ઉત્સવ નું આયોજન સોસાયટી ના કમિટી મેમ્બર્સ ના માર્ગદર્શન હેઠળ સફળતા પૂરક થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here