મોટરસાયકલ ઉપર દારૂની હેરફેર કરનાર બે ઈસમો વેજલપુર પોલીસે ઝડપી પાડયા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓના ખાનગી રાહે બાતમી મળેલ કે અડાદરા બાજુથી એક મોટરસાયકલ નંબર જીજે ૦૬ એમ એફ ૮૫૪૯ નંબરની મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટની વિદેશી દારૂ લઈને ગેગડીયા બાજુ આવી ગયા છે તેવી બાતમીના આધારે પંચો બોલાવી પોલીસે વોચ ગોઠવી હતી બાતમી મુજબ ની મોટર સાયકલ ઉપર આગળ પ્લાસ્ટિકનો એક થેલો મૂકી બે ઈસમો આવી ગયા હતા પોલીસે તેઓને રોકવા માટેનો વિચારો કરતાં પોલીસને જોઈને પાછળ બેઠેલો ઈસમ નાસવાનો પ્રયત્ન કરતાં પોલીસે ગોળી ને તેને પકડી પાડેલ પોલીસે બંને નું નામ પુછતા મોટરસાયકલ ચાલક બળવંતસિંહ સનસિંહ પરમાર તથા પાછળ બેઠેલો ધર્મેન્દ્રકુમાર ભગવાનસીહ પરમાર બંને વાવ વાળુ ફળીયુ શેરપુરા તાલુકો ઘોઘંબા હોવાનું જણાવેલ પોલીસે મોટરસાયકલની આગળના ભાગમાં મૂકેલો પ્લાસ્ટિકનો થેલો ઉતારીને જોતાં તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ના પ્લાસ્ટિકના કોઠારીયા નંગ ૯૬ જે તમામ રોયલ બ્લુ વ્હીસ્કી ના મારકાવાળા જેની કિંમત રૂપિયા ૪૮૦૦/ તથા મોટરસાયકલ રૂ ૩૦,૦૦૦/તથા બંને ઈસમો પાસેથી મળેલ મોબાઈલ નંગ (૨) રૂ ૨,૫૦૦/ મળી કુલ રૂ ૩૭,૩૦૦/ નો મુદ્દામાલ કબજે કરી માલ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો તે બાબતે પૂછતાં આ માલ વનરાજસિંહ જયમલસીહ પરમાર રહેવાસી શેરપુરા એ આપીને પોતાની મોટરસાયકલ આપી આપવા માટે મોકલ્યા હોવાનું કબુલાત કરેલ પકડાયેલ બંને ઇસમોને પોલીસે ટેસ્ટ માટે મોકલવાની તજવીજ કરી હતી. ત્રણેય ઇસમો સામે પ્રતિબંધિત વિસ્તારમાં પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરફેર કરવા બાબત જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here