મોડાસાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બાળકી ભૂલી પડતા પોલીસે તેના વાલી વારસોને સોંપી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આરુશીબેન કાંતિભાઈ સલાત ઉંમર વર્ષ 5 હાલ પોતાની માસીના ઘેર રહેતી હોય માસી અમીતાબેન ક્રિષ્ના ભાઈ ફણાત રહેવાસી રેલ્લાવાળા. હાલ. રહેવાસી. લક્ષ્મી કુંજ સોસાયટી. મોડાસા અમિતાબેન ઘરના બાજુમાં બેસવા ગયેલ હોય તે દરમિયાન આ બાળકી ઘરેથી નીકળી ગયેલ હતી.

બજારમાં લીયો પોલીસ ચોકી તરફ આવી ગઈ હતી

લીયો ચોકીના જમાદાર નાનજીભાઈ રબારી તેમજ ફરજ ઉપરના પોલીસ જવાનોએ તેના વાલી વારસોનો સંપર્ક કરી બાળકીને સોંપવામાં આવી હતી

બાળકી મળી આવતા તેના પરિવારજનો ખુશ ખુશાલ થઈ પોલીસનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here