મનોદિવ્યાંગ બાળકોએ તિલક હોળી દ્વારા રંગોનો ઉત્સવ મનાવ્યો

મોરબી, આરીફ દીવાન :-

મોરબી માં નવલખી રોડ ઉપર મનો દિવ્યાંગ બાળકો ના વોકેશનલ સેન્ટર માં રવિવારે હોળી ઉત્સવ મનાવવા માં આવ્યો મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા માનનીય સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયા એ દિવ્યાંગ બાળકો ને કુમકુમ તિલક કરી સાંસ્કૃતિક તહેવાર ને શિસ્તમય રીતે શ્રદ્ધા ના રંગો દ્રારા ઉજવ્યો,દિવ્યાંગ બાળકો ને પોતાના હાથો રંગબેરંગી ક્લરો વાળા કરાવી મન તરંગો ને ઉમંગ મય બનાવી કલર થેરાપી કરાવી કરાવી હતી.
સાથેજ મિહિરભાઈ રાયકા નો જન્મ દિવસ હોય તે ખુશીનિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે હનુમાનજી ના મંદિરે દીપ પ્રગટાવી શ્રદ્ધા પૂર્વક હનુમાન ચાલીસા ના પાઠ કરી દિવ્યાંગ બાળકો સાથે સાત્વિક ભોજન પ્રસાદ નું આયોજન કરેલ.

ધર્મ અને સંસ્કૃતિ ને સાથે રાખી દિવ્યાંગો સાથે સાદી બેઠક માં ભોજન લેવું તે મિહિરભાઈ રાયકાનો ઉમદા વિચાર સંસ્કારો નું દર્શન કરાવે છે,સાથે સંત રોહિદાસ શાખા ના સ્વયં સેવક ઉપસ્થિત રહેલ,પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી પછાવળી ખોટા ખર્ચ બંધકરી જરૂરતમંદ ને ખવડાવી ને ખાવું તે આપણા દેશની સભ્ય સંસ્કૃતિ છે,તે ઉદાહરણ સ્વરૂપ કાર્યક્રમ સફળ બનાવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here