પંચમહાલ : શહેરા તાલુકાના લાભી ગામે ઝાડની ડાળીમા ફસાયેલા ઈજાગ્રસ્ત મોરને વનવિભાગના કર્મીઓએ બચાવ્યો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લામાં શહેરા તાલુકાના લાભી ગામે ઝાડની ડાળીમા ફસાયેલા મોરને ઇજા પહોચી હતી. ત્યારે વનવિભાગના કર્મીઓએ બનાવ સ્થળ પહોચીને તેને પ્રાથમિક સારવાર આપીને બચાવી લીધો હતો. પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમા મોરની વસ્તી સારા એવા પ્રમાણમા જોવા મળે છે. ત્યારે મોડી સાંજે શહેરા તાલૂકાના લાભી ગામે વરસાદની સાથે જોરદાર પવન ફુકાયો હતો. જેમા કેટલીક જગ્યાએ ઝાડની ડાળીઓ પડી જવા પામી હતી, લાભી ગામના તળાવની પાસે વિસ્તારમા ઝાડની ડાળીઓમા બેઠેલા એક મોર ઝાડીઓમા ફસાઈ જતા તેને ઇજા પહોચી હતી. ત્યારે ગ્રામજનો દ્વારા વનવિભાગના કર્મચારીઓને જાણ કરવામા આવતા બનાવ સ્થળે પહોચી તેને પ્રાથમિક સારવાર માટે લઈ જવામા આવ્યો હતો. સ્થાનિક લોકોની સમય સૂચકતાથી રાષ્ટ્રિય પક્ષી મોરનો જીવ બચ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here