ભારજ બ્રિજ પર ટુ વ્હીલર, ફોર વ્હીલરની અવર-જવર માટેનું જાહેરનામું તા. ૧૦ મે સુધી લંબાવાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં શિહોદ ચોકડી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નં. ૫૬ પર આવેલ ભારજ નદીના બ્રિજ પર નજરે પડેલ સેટલમેન્ટને કારણે ભારે વાહનોના વાહન આરટીઓ પાસિંગ કેપેસિટી મુજબ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો જેવા કે કાર, જીપ, વાન, ઓટો રિક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો તથા રાહદારી માટે શરતોને આધિન બ્રિજ ખુલ્લો મુકવા માટે તા.૧૧/૦૩/૨૦૨૪ થી ૧૦/૦૪/૨૦૨૪ સુધીના સમયગાળા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા ક્લેકટરશ્રી અનિલ ધામેલિયાએ તેમને મળેલ સત્તાની રૂએ આ જાહેરનામાને તા.૧૧/૦૪/૨૦૨૪ થી ૧૦/૦૫/૨૦૨૪ સુધી લંબાવવા હુકમ કરેલ છે.
જે અનુસાર બોડેલીથી છોટાઉદેપુર તરફ જતા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો જેવા કે કાર, જીપ, વાન, ઓટોરિક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ સિવાયના ભારે વાહનો (પેસેન્જર વ્હીકલ તથા સ્થાનિક ભારે વાહનો સિવાયના) મોડાસર ચોકડી થઈ રંગલી ચોકડી થઈ રતનપુર, વનકુટીર ત્રણ રસ્તા જેતપુર પાવી મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૫૬ ઉપર જઈ શકશે. છોટાઉદેપુરથી બોડેલી અને વડોદરા તરફ આવતા ભારે વાહનો જેતપુર પાવી-વનકુટીર થઈ રતનપુર થઈને રંગલી ચોકડીથી મોડાસર થઈને બોડેલી-નસવાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ ઉપર જઈ શકશે.
મધ્યપ્રદેશ (MP) તરફથી આવતા ભારે વાહનો કવાંટ પો.સ્ટેના રેણઘા ચેક પોસ્ટ, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રંગલી ચોકડી, મોડાસર, બોડેલી, ડભોઈ થઈ વડોદરા તરફ જઈ શકશે. વડોદરા, ડભોઇ, બોડેલી તરફથી મધ્યપ્રદેશ(MP) તરફ જવા માટે ભારે વાહનો બોડેલી, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રેણધા ચેક પોસ્ટ થઈ મધ્યપ્રદેશ તરફ જઈ શકશે.
મધ્યપ્રદેશ (MP) તરફથી છોટાઉદેપુર થઈ બોડેલી તરફ જતા ભારે વાહનો છોટાઉદેપુર સિલ્વર હોટેલ થઈ કવાંટ નાકા થઈ, પાનવડ, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈ બોડેલી, ડભોઈ થઈ વડોદરા તરફ જઈ શકશે. તેવી જ રીતે વડોદરા, ડભોઈ, બોડેલીથી છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ(MP) તરફ જવા માટે ભારે વાહનો બોડેલી, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, કવાંટ ડોન બોરકો ત્રણ રસ્તા, પાનવડ, કવાંટ નાકા, છોટાઉદેપુર સિલ્વર હોટેલ થઈ છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ તરફ જઈ શકશે.
વૈકલ્પિક રૂટ તરીકે આવવા જવા માટે તેજગઢથી ડુંગરવાટ થઈ વાંકી ચોકડી થઈ શિહોદ તરફ લાઈટ વ્હીકલ આ રૂટનો ઉપયોગ કરી શકશે. તેમજ અગાઉના ડાઈવર્ઝન મુજબ સરકારી વાહનો ચાલુ રહેશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ ઉપર જેતપુર પાવી પાસે શિહોદ ચોકડી નજીક આવેલ ભારજ પુલ પર આર.ટી.ઓ. પાસિંગ કેપેસિટી મુજબ ફક્ત રાહદારીઓ, ટુ- વ્હીલર, તથા ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટોરીક્ષા વગેરે તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો શરતોને આધિન પસાર થવા દેવામાં આવશે.
આર.ટી.ઓ. પાસિંગ કેપેસિટી મુજબ ટુ વ્હીલર અને ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટો રિક્ષા અને ખાસ કિસ્સામાં એમ્બ્યુલન્સ વાહનોને મહત્તમ ૨૦ કિ.મી./કલાકની ઝડપ મર્યાદા સાથે આ પુલ પરથી પસાર થવા દેવામાં આવશે. બ્રિજ ઉપર વાહન ઊભા રાખવા કે વાહન પાર્કિંગ કરવાની સખ્ત મનાઈ
રહેશે તેમજ વાહનો પસાર થતી વખતે બ્રિજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.
તથા ઓવરલોડ વાહનોને કોઈપણ સંજોગોમાં પુલ પરથી પસાર થવા દેવામાં આવશે નહિ. કોઈપણ સંજોગોમાં કોમર્શિયલ વાહનો અથવા HMV અને ટ્રેક્ટર, ટ્રેક, ડમ્પર, બસ, મિની બસ વગેરે અને આવા પ્રકારના ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવા દેવામાં આવશે નહિ.
આ જાહેરનામું તા.૧૧/૦૪/૨૦૨૪ થી તા.૧૦/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here