છોટાઉદેપુર ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈ.વી.એમ.નું પ્રથમ તબક્કાનું રેન્ડમાઈઝેશન કરાયું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

સ્ટ્રોંગરૂમ પરથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈ.વી.એમ. સબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલાશે
છોટાઉદેપુર, સોમવાર :: છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અનિલ ધામેલીયા દ્વારા કલેકટર કચેરી ખાતેથી ૨૧-છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટેના ઇ.વી.એમ. મશીનોની વિધાનસભા મતદાર વિભાગ વાર વહેંચણી માટે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઇ.વી.એમ.નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં ૧,૫૮૮ બેલેટ યુનિટ, ૧,૪૭૭ કંટ્રોલ યુનિટ તથા ૧,૫૫૯ વી.વી.પેટ નું પ્રથમ તબક્કાનું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ઈલેકટ્રોનિક વોટીંગ મશીનનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઈઝેશન પૂર્ણ કરી તેને સબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે અન્વયે છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગરૂમ ઉપરથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલીયા દ્વારા માન્ય રાજકિય પક્ષોંના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈ.વી.એમ. સબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here