નસવાડી મામલતદારે ગરીબ પ્રજાને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળે તે માટે સસ્તા અનાજના સંચાલકો સાથે મીટીંગ યોજી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને ગરીબી નું પ્રમાણ વધારે પડતું છે ગામડામાં ગરીબ મહિલાઓ આજે પણ ચૂલો સળગાવવા માટે મજબૂર છે હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગરીબ લાભાર્થીઓને વિના મુલ્યે પ્રધાનમંત્રી ઉજ્વલા ગેસ કનેક્શન નો લાભ ઘર આંગણે આપવામાં આવી રહ્યો છે પરંતુ હજુ ગરીબ પરિવારોને વધારેમાં વધારે વિના મુલ્યે ગેસ કનેક્શન નો લાભ મળે તે માટે સસ્તા અનાજ ના સંચાલકોને નાયબ પુરવઠા મામલતદાર તેમજ મામલતદારએ મીટીંગ બોલાવી હતી અને સંચાલકોને જરૂરી સૂચના ઓ આપી હતી પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં હજુ ઘણા ગરીબ પરિવારો ગેસ કનેકશન થી વંચિત છે તેવા પરિવારોની યાદી બનાવી જરૂરી કાગળો એકત્રિત કરીને નજીકની ગેસ એજન્સી ઈ કેવાયસી માટે આપવા માટે સૂચના આપવામાં આવી હતી.0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here