બોડેલી IDFC ફર્સ્ટ બેંક એસોસીએટ મેનેજર રૂપિયા ૨૩,લાખ ચાઊ કરી ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેની IDFC ફર્સ્ટ બેંક એસોસિયેટ રિલેશનશિપ મેનેજર કુલ ૪૬ જેટલા બેંકના ગ્રાહકોના લોનના તથા બચતના કુલ રૂપિયા ૨૩,૦૧,૫૦૮ ની ભરપાઈ નહીં કરી બેંક તથા બેંકના ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા તેની વિરુદ્ધ બેન્ક એરીયા હેટ દ્વારા બોડેલી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે બોડેલી ખાતે idfc first bank ના એરીયા હેડ વિપુલકુમાર જે જગતાપે બેંકના એસોસિયેટ રિલેશનશિપ મેનેજર મહાવીર સિંહ જોગેન્દ્રસિંહ ચાવડા રહે જેતરામ જેસાપુર ,તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા , વિરુદ્ધ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી છે જાન્યુઆરી ૨૦૨૩ માં લોન ની ભરપાઈ માટે રિલેશનશિપ મેનેજર ગ્રાહકોને ફોન કરીને જાણ કરતા તેમને જાણવા મળ્યું હતું કે લોનના આપતા અમુક ગ્રાહકોને હપ્તા વધારે આવતા હતા અને અમુક ગ્રાહકોને ઓછા જેથી લોન લેવા તમામ ગ્રાહકના ગ્રાહકથી લોન ના પૈસા અલગ અલગ બે ખાતામાં ટ્રાન્સફર થયેલા હતા બેંક ખાતાની માહિતી ચેક કરતા મેનેજર તરીકે નોકરી કરતા મહાવીર સિંહ જોગીન્દ્રસિંહ ચાવડા ના નામે ઉપર હતા ગ્રાહક સાથે છેતરી કરેલું હોવાનું જણાવ્યું હતું અમુક ગ્રાહકના લોનના હપ્તા ભરેલા અને અમુકના હપ્તા ભરવાના બાકી હોવાથી ભરપાઈ કર્યા વગર નોકરી છોડી ભાગી ગયા હતા તેથી બોડેલી ખાતે આવેલ idfc bank ના એરીયા હેડ વિપુલકુમાર દ્વારા બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદીની આધારે બોડેલી પોલીસ psi એસ એન બારીઆ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here